ઓટો પાર્ટસના બિલના નામે દારૂનો વેપાર !

ઓટો પાર્ટસના બિલના નામે દારૂનો વેપાર !
રાજકોટ GST ટીમે સામખીયાળી ચેક પોસ્ટેથી 24 લાખનો દારૂ ભરેલો ટ્રક પકડયો
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.18: રાજકોટ જીએસટી મોબાઇલ સ્કવોર્ડે સામખીયાળી ચેક પોસ્ટ પર ઇ-વેબીલ ચેકિંગની કામગીરી દરમિયાન સામખીયાળી પોલીસ સાથે સંયુકતમાં ઓટોપાર્ટસના બિલ મારફત દારૂ ઘુસાડવાના કૌભાંડ પકડી પાડયું હતું. પોલીસે કુલ 24 લાખનો દારૂ ઝડપી પાડી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આજે સામખીયાળી ચેક પોસ્ટ પર ચેકિંગ કામગીરી ટ્રકને અટકાવી પૂછપરછ બીલ રજૂ કર્યાં હતા. જયપુરથી માલ પોરબંદર પહોંચાડવામાં આવી રહ્યાનું કહેતા જીએસટી અધિકારીઓને શંકા ગઇ હતી કે આ માર્ગ તો ગાંધીધામ જાય છે. ત્યાં પોરબંદર કેવી રીતે આવે ? જેથી ટ્રકને સાઇડમાં ઉભો રખાવી દેવાની સૂચના આપતા ટ્રક ચાલક  પાર્કિગના બહાને ટ્રકને લઇને ફરાર થઇ જતાં  જીએસટી ટીમે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરતા થોડા અંતરે જ ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. જીએસટી ટીમે ટ્રકની ચકાસણી કરતા તેમાંથી ઓટોપાટર્સના બદલે મેકડોવેલ્સની 6552 બોટલ જેની કિંમત 24,57,000ની કિંમતનો દારૂ અને આઇસર ટ્રક મળી કુલ 32,57,100નો મુદ્દામાલ કબજે કરી સામખીયાળી પોલીસને સોંપી દેતા પોલીસે ટ્રકના માલીક વિરૂધ્ધ ગુનો નોંધી ટ્રક ચાલક તથા માલીકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer