કોરોના 66 લાખ વ્હાઈટ કોલર નોકરી ભરખી ગયો

કોરોના 66 લાખ વ્હાઈટ કોલર નોકરી ભરખી ગયો
નવી દિલ્હી, તા.18 : કોરોનાનાં કારણે સર્જાયેલા આર્થિક સંકટનાં કારણે ભારતમાં બેકારીની સમસ્યા વધુ કપરી બની રહી છે. મહામારી અને લોકડાઉનના લીધે દેશમાં બેરોજગારોની સંખ્યામાં તીવ્ર ઉછાળો થયો છે. સેન્ટર ફોર મોનેટારિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઈ)નાં એક અનુમાન મુજબ મેથી ઓગસ્ટ 2020 દરમિયાન દેશમાં એન્જિનિયર, ફિઝિશિયન, શિક્ષકો સહિતની સન્માનજનક બેઠાડુ નોકરી ધરાવતા 66 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે.  દેશમાં વ્હાઇટ કોલર  જોબ ધરાવતા વ્યવસાયિકોની સંખ્યા વર્ષ 2016 પછીની સૌથી નીચી સપાટીએ આવી ગઇ છે. તે સમયગાળા દરમિયાન દેશમાં 50 લાખ ઔદ્યોગિક કામદારો કામકાજથી વંચિત હતા. સીએમઆઈઈના કન્ઝ્યુમર પિરામિડ્સ હાઉસહોલ્ડ સર્વેમાં દર ચાર મહિને બહાર પાડવામાં આવતા 20મા ડેટાના આધારે સાપ્તાહિક વિશ્લેષ્ણ અનુસાર, પગારદાર કર્મચારીઓમાં સૌથી વધુ નુકસાન વ્હાઇટ-કોલર વ્યાવસાયિક કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને થયુ છે. સીએમઆઈઈનાં આકલન મુજબ મે-ઓગસ્ટ 2019માં દેશમાં વ્હાઇટ કોલર જોબ ધરાવતા કર્મચારીઓની સંખ્યા 1.88 કરોડ હતી જે મે-ઓગસ્ટ 2020ના અંતે ઘટીને 1.22 કરોડ થઇ ગઇ છે.
પાછલા ચાર વર્ષમાં તેમણે મેળવેલા તમામ લાભો લોકડાઉનમાં ધોવાઇ થઇ ગયા છે.  CMIEના જણાવ્યા અનુસાર, હવે પછીની સૌથી મોટી ઘટ ઔદ્યોગિક કામદારોમાં થઈ. સમાન વર્ષની સરખામણીએ, તેઓએ 5 કરોડ કર્મચારીઓ ગુમાવ્યા. આ એક વર્ષમાં ઔદ્યોગિક કામદારોમાં રોજગારીનું પ્રમાણ 26% ઘટ્યુ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer