સાંસદોના વેતનમાં 30%ના કાપને રાજ્યસભામાંથી મંજૂરી

સાંસદોના વેતનમાં 30%ના કાપને રાજ્યસભામાંથી મંજૂરી
નવી દિલ્હી, તા. 18 : કોરોના વાયરસ મહામારી વચ્ચે સાંસદોના વેતનમાં કાપ કરવાની તૈયારી થઈ ચૂકી છે. કોરોના મહામારી પેદા થયેલા સંકટ સામે લડવા માટે સાંસદોના વેતનમાં એક વર્ષ માટે 30 ટકાના કાપ સંબંધિત વિધેયક સંસદમાં પસાર થયું હતું. રાજ્યસભાએ સંસદ સભ્ય વેતન, ભથ્થા અને પેન્શન (સંશોધન) વિધેયક, 2020 પાસ કર્યું હતું. લોકસભામાં આ ખરડાને ગયા મંગળવારે જ મંજૂરી મળી ગઈ હતી.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ સાંસદોના વેતન અને ભથ્થામાં કાપ સંબંધિત વિધેયક રાજ્યસભામાં રજૂ કર્યું હતું. ઉચ્ચ સદને મંત્રીઓના વેતન અને ભથ્થા સંબંધિત ખરડાને પસાર કર્યો હતો. બન્ને ખરડાને એક સાથે ટેબલ ઉપર રાખવામાં આવ્યા હતા અને ધ્વનિ મતથી પસાર થયા હતા. સાંસદોના પગારમાંથી કપાયેલી રકમનો ઉપયોગ કોરોના મહામારીના કારણે સર્જાયેલી સ્થિતિ સામે લડવા માટે કરવામાં આવશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer