નિયમ ભંગ: દુબઈમાં એર ઈન્ડિયાની ઉડાનો ઉપર 1પ દિવસની રોક

નિયમ ભંગ: દુબઈમાં એર ઈન્ડિયાની ઉડાનો ઉપર 1પ દિવસની રોક
નવીદિલ્હી, તા.18: એર ઈન્ડિયાની ઉડાણો ઉપર દુબઈમાં 1પ દિવસ એટલે કે 2 ઓક્ટોબર 2020 સુધી રોક લગાવી દેવામાં આવી છે. થોડા દિવસ પૂર્વે જયપુરથી દુબઈ ગયેલી એક ફ્લાઈટમાં એક મુસાફર કોરોના સંક્રમિત મળી આવ્યો હતો. બીજીવાર આવા નિયમભંગને પગલે દુબઈએ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ ઉપર રોક લગાવવાનો ફેંસલો લીધો છે. આની સાથે જ એર ઈન્ડિયા એક્સપ્રેસે દુબઈ લઈ જવાયેલા કોરોનાનાં દર્દીનાં તમામ તબીબી અને ક્વોરન્ટાઈનનાં ખર્ચ પણ ઉઠાવવા પડશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer