ખાનગી ટ્રેનોના ભાડા નક્કી કરવા કંપનીઓ ‘આત્મનિર્ભર’ !

ખાનગી ટ્રેનોના ભાડા નક્કી કરવા કંપનીઓ ‘આત્મનિર્ભર’ !
રેલભાડા નક્કી કરવાની સરકાર આપશે છૂટ : સેવા-સુવિધા સુધરશે
નવી દિલ્હી, તા.18: ભારતમાં રેલવેના ખાનગીકરણ તરફ વધુ એક પગલું આગળ વધતાં કેન્દ્ર સરકાર રેલ સેવામાં ખાનગી કંપનીઓને પોતાની રીતે ભાડું નિર્ધારણ કરવાની છૂટ આપવા જઈ રહી છે.
એશિયાનું સૌથી જુનું રેલનેટવર્ક હવે તબક્કાવાર ખુલી રહ્યું છે ત્યારે રોકાણકારોને આકર્ષવા માટે ખાનગી કંપનીઓ જયારે રેલ સેવાઓ શરૂ કરી દે પછી તેઓને યાત્રીભાડું નિર્ધારીત કરવાની છૂટ આપવામાં આવશે. જો કે ખાનગીકરણથી રેલ સેવા-સુવિધામાં પણ સુધારો થશે.
રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવે જણાવ્યું કે ખાનગી કંપનીઓને પોતાની રીતે ભાડા નિર્ધાર કરવા છૂટ આપવામાં આવશે. એ.સી.બસો અને વિમાનો પણ તે જ રૂટ પર કાર્યરત છે આમ આ બાબત ભાડા નક્કી કરતી વખતે તેમણે ધ્યાને રાખવી પડશે.
ભારતમાં રેલભાડા પહેલેથી જ સંવેદનશીલ મામલો રહ્યો છે કારણ કે ઓસ્ટ્રેલીયા જેવા દેશની વસતી જેટલા લોકો અહીં દરરોજ ટ્રેનની મુસાફરી કરે છે. દાયકાઓથી ખસ્તાહાલ જેવી સેવા બાદ મોદી સરકારના વહીવટી તંત્રએ રેલવે સ્ટેશનોના આધુનિકરણથી માંડી ટ્રેનોના સંચાલન માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer