BOBના 3 અને SBIના 4 કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ

BOBના 3 અને SBIના 4 કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ
. રાજકોટ,તા.16 : શહેરની દરેક સરકારી કચેરીમાં હવે કોરોનાનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જેમાં કલેક્ટર, કોર્પોરેશન, પોલીસ, ઈન્કમ ટેક્ષ, એલઆઈસી તેમજ જુદી-જુદી બેંકોમાં અનેક કર્મચારીઓ ઝપટે ચડી ગયા છે. જેમાં આજે વધુ બે બેંકમાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા બન્ને બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે.
કોરોના સંક્રમણનું પ્રમાણ રોજ વધી રહ્યું છે. જેમાં બેંક કર્મચારીઓ વધુ પ્રમાણમાં કોરોનાનો ભોગ બની રહ્યા છે.
બેંકમાં રોજ વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ગ્રાહકો આવતા હોવાથી સંક્રમણ વધવાની સંભાવના પણ વધુ હોય છે. ત્યારે શહેરના ઢેબર રોડ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) છેલ્લા સપ્તાહથી બંધ છે. એસબીઆઇની આ બ્રાન્ચમાં સ્ટાફના ચાર કર્મચારીઓ કોરોના સંક્રમીત બન્યા છે. આથી બેંકના અન્ય કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, એસબીઆઈની આ બ્રાંચ ત્રીજી વાર બંધ થઈ છે. આ પહેલા પણ એસબીઆઇના કર્મીઓ કોરોના સંક્રમીત બન્યા હતા.
આ ઉપરાંત બેંક ઓફ બરોડાની બેડીપરા બ્રાંચના ત્રણ કર્મચારીઓ સંક્રમીત આવતા બેંક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડાની આ બ્રાંચ પાંચ દિવસથી બંધ છે અને તમામ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જો કે, આ બંને બેંક બહાર બંધ હોવાની સુચના પણ લગાડવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer