લાખાબાવળ પાસે નદીમાં બે યુવાન તણાઇ ગયા

જામનગર, તા.16: જીઆઇડીસી ફેસ-3 (દરેડ)ના કારખાનેથી કનસુમરાના અબ્બાસ વલીમામદ સુમરા અને ચીનો વલીમામદ સુમરા ચાલીને ઘેર જવા નીકળ્યા હતા. ગઇ સાંજે લાખાબાવળથી કનસુમરા ગામ તરફ જવા માટેના બેઠા પુલ ઉપર પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઇ રહ્યો હતો. જેમાં બંને ભાઇઓ તણાઇ ગયા હતા. ચીનો વલીમામદ બચી જવામાં સફળ થયો હતો અને પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. તણાઇ ગયેલા એક ભાઇને બચાવવા માટે હાજી હુસેનભાઇ સુમરા નામનો યુવાન કૂદી પડયો હતો. પરંતુ અબ્બાસ વલીમામદ સાથે તે પણ તણાઇ જતા બેપતા બન્યો હતો. આ અંગે જાણ થતા જામનગર મ્યુનિ. ફાયરબિગેડ ટીમે સ્થળ ઉપર પહોંચી બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી પતો લાગ્યો નથી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer