નવા સંસદભવનનું નિર્માણ કરશે તાતા

નવા સંસદભવનનું નિર્માણ કરશે તાતા
લાર્સન એન્ડ ટુબ્રો સામે બોલી જીતી લીધી  : 861.90 કરોડના ખર્ચે બનશે નવી ત્રિકોણાકાર સંસદ
નવીદિલ્હી, તા.16: સંસદની નવી ઈમારતનું નિર્માણ તાતા પોજેક્ટ્સ દ્વારા 861.90 કરોડનાં ખર્ચે કરવામાં આવશે. તાતાએ નવા સંસદભવનનાં નિર્માણ માટે લગાવેલી બોલીમાં લાર્સન એન્ડ ટુબ્રોને પછાડી દીધું છે. લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા 86પ કરોડ રૂપિયાની બોલી લગાડવામાં આવી હતી.
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબલ્યુડી) દ્વારા સંસદનાં બાંધકામ માટે આવેલી બોલીઓ આજે ખોલવામાં આવી હતી અને તેમાં કોન્ટ્રાક્ટ તાતાનાં ફાળે ગયો છે. આ પ્રોજેક્ટ 1 વર્ષમાં પૂરો થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સીપીડબલ્યુડીએ નવા સંસદભવનનાં નિર્માણમાં 940 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ લગાડવામાં આવેલો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer