અર્થતંત્ર વ્યવસ્થામાં સુધાર પૂરી રફ્તારમાં નથી પહોંચ્યો : RBI

અર્થતંત્ર વ્યવસ્થામાં સુધાર પૂરી રફ્તારમાં નથી પહોંચ્યો : RBI
ગર્વનર શક્તિકાંત દાસના મતે આર્થિક વૃદ્ધિનું એન્જિન બની શકે છે પર્યટન ક્ષેત્ર
નવી દિલ્હી, તા. 16: કોરોના વાયરસની ચપેટમાં આવેલી અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયો વચ્ચે આરબીઆઈ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું છે કે, આરબીઆઈ અર્થવ્યવસ્થાને લઈને જે કોઈ પગલાં ભરવાની આવશ્યકતા છે તેને લઈને તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં સુધાર પૂરી રફ્તારમાં પહોંચી નથી. આ પ્રક્રિયા ધીરે ધીરે થશે. આ સાથે શક્તિકાંત દાસે પર્યટન ક્ષેત્ર પાસે ઘણી આશા વ્યક્ત કરી હતી.
ફિક્કીની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની બેઠકને સંબોધિત કરતા આરબીઆઈ પ્રમુખે કહ્યું હતું કે, અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારવા માટે ખાનગી ક્ષેત્ર, પર્યટન અને અન્ય ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા જરૂરી છે.  તેમણે એમ પણ કહ્યું હતું કે, આરબીઆઈ તરફથી સતત મોટા પ્રમાણમાં રોકડની ઉપલબ્ધતાથી સરકારથી સરકાર માટે ઓછા દરે અને કોઈપણ મુશ્કેલી વિના ઉધારી સુનિશ્ચિત કરવામાં આવી છે. ઘણી રેટિંગ એજન્સીઓ તરફથી  ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના વિકાસ દરમાં નોંધપાત્ર ઘટાડાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે રીઝર્વ બેન્ક તરફથી આપવામાં આવેલું નિવેદન ખૂબ જ મહત્ત્વનું ગણવામાં આવી રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer