પાટડીનાં ટ્રેકટર કૌભાંડમાં વધું 13ના નામે લોન લઈ રૂા.30 લાખની કરાઈ ઉચાપત

વઢવાણ, તા.15: પાટડી બજાણા રોડ ઉપર અમી ટ્રેકટર્સની એજન્સી ધરાવતા મુંબઈ ઘાટકોપર ખાતે રહેતા સ્વરાજ ટ્રેકટર્સની એજન્સીમાં મેનેજર તરીકે કશ્યપ ઘનશ્યામભાઈ મહેતા અને સુરેન્દ્રનગર એયુ બેન્કના હિતેશભાઈ દવે અને સુરેન્દ્રનગર એકસીસ  બેન્કના અનંતભાઈ સામે 13 જેટલા ગરીબ લોકોના નામે રૂા.30 લાખની લોન કરાવી ઉચાપત કર્યાની ફરિયાદ પાટડી પોલીસ સ્ટેશનમાં મુંબઈથી આવી સ્વરાજ ટ્રેકટર્સ એજન્સીના કલામીભાઈએ ફરિયાદ કરી છે. પાટડી પીએસઆઈ વી.એન.ચૌધરી તપાસ કરે છે પાટડીના અમી ટ્રેડર્સના મેનેજર કશ્યપ ઘનશ્યામભાઈ મહેતાએ અલારખાભાઈ ખમીશાભાઈ ખલીફા અને ગણપત નાનુભાઈ ઠાકોરે પોતાના ટ્રેકટર એજન્સીમાં જમા કરાવવા પરત આપેલ તે આ કશ્યપભાઈ મહેતાએ ખેરવા ગામમાં બીજા કોઈને બારોબાર પધરાવી દીધેલ અને કંપનીની ટ્રેકટર એજન્સીને તાકીદે તાળા મારી દીધા છે. 30 લાખની ઉચાપત છે. 13 ખેડૂતોના નાણા ઉચાપત કરેલ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer