મોરબીમાં ગેસ સિલિન્ડર ફાટતા ઈજાગ્રસ્ત થયેલા દંપતીનું મૃત્યુ બાળકની હાલત ગંભીર

(ફૂલછાબ ન્યુઝ)
મોરબી, તા.15 : મોરબીનાં લીલાપર રોડ પરની ફકરી સોસાયટીમાં રહેતા વોરાજીના મકાનમાં થોડા દિવસ અગાઉ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હ તો અને ગેસનો બાટલો ફાટતાં દંપતિ અને બાળકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાં સારવાર દરમિયાન પતિ પત્નીનું મૃત્યુ નિપજ્યું છે તો બાળકની હાલત ગંભીર છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મોરબીનાં લીલાપર રોડ પર આવેલ ફખરી સોસાયટીમાં રહેતા હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરીયાના મકાનમાં ગત તા.11નાં રોજ સવારનાં સમયે ગેસનો બાટલો ફાટયો હતો જેના પગલે ઘરમાં હાજર હુશેનભાઈ મોહમ્મદભાઈ નગરિયા તેના પત્ની સકીનાબેન નગરિયા અને છ વર્ષનું બાળક એમ ત્રણ વ્યક્તિ ગંભીર રીતે દાઝી જગયા હતાં અને દાઝી ગયેલા દંપતી અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા હુશેનભાઈ અને તેના પત્ની સકીનાબેનનું સારવારમાં દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે તેમનું છ વર્ષનું બાળક ગંભીર હાલતમાં હોઈ જે હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer