સ્ટોક્સનું રમવું નિશ્ચિત નહીં રાજસ્થાનની ચિંતા વધી

સ્ટોક્સનું રમવું નિશ્ચિત નહીં રાજસ્થાનની ચિંતા વધી
નવી દિલ્હી, તા.1પ: આઇપીએલના પ્રારંભ પૂર્વે રાજસ્થાન રોયલ્સ ટીમની મુશ્કેલી વધી છે. ટીમનો સ્ટાર ઇંગ્લીશ ઓલરાઉન્ડર બેન સ્ટોકસનું આઇપીએલની વર્તમાન સિઝનમાં રમવું નિશ્ચિત નથી. સ્ટોકસ હાલ ન્યુઝીલેન્ડમાં તેના બિમાર પિતાની સાર-સંભાળમાં છે. આથી તે પાકિસ્તાન સામેના પહેલા ટેસ્ટ બાદ ઇંગ્લેન્ડની ટીમમાંથી પણ ઓગસ્ટમાં હટી ગયો હતો. હવે રાજસ્થાન રોયલ્સના હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે આજે સ્વીકાર્યું છે કે બેન સ્ટોકસનું રમવું નિશ્ચિત નથી. તેમણે કહ્યંy છે કે અમારી સંવેદના સ્ટોકસના પરિવાર સાથે છે. સ્ટોકસની સ્થિતિ શું છે તે અમને હાલ ખબર નથી. અમે ટૂંક સમયમાં તેની ઉપલબ્ધતા પર આખરી નિર્ણય લેશું.
કોચ મેકડોનાલ્ડે સ્ટીવન સ્મિથની ઇજા વિશે કહ્યંy કે તેની ઇજા ગંભીર નથી. તે પહેલા મેચથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. સ્મિથ લગભગ ઇંગ્લેન્ડ સામેના આખરી મેચમાં પણ રમતો જોવા મળશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer