ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ક્રિકેટરોનો ક્વોરન્ટાઇન સમય ઘટાડવા BCCIની માગ

ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડના ક્રિકેટરોનો ક્વોરન્ટાઇન સમય ઘટાડવા BCCIની માગ
 6માંથી 3 દિવસ કરવા ગાંગુલીનો અનુરોધ
દુબઇ, તા.1પ: આઇપીએલમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટરોનો યુએઇમાં 6 દિવસનો ક્વોરન્ટાઇન પીરિયડ ઘટાડીને 3 દિવસનો કરવાનો બીસીસીઆઇએ અનુરોધ કર્યોં છે. જેથી આ ખેલાડીઓ લીગની શરૂઆતથી જ પસંદગી માટે ઉપલબ્ધ રહે.
ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી લીમીટેડ ઓવર્સની સિરિઝમાં બન્ને દેશના 21 ખેલાડી ચાર્ટડ વિમાનમાં માંચેસ્ટરથી 17 સપ્ટેમ્બરે યુએઇ પહોંચશે. જો તેમને 6 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડે તો તેઓ 23મીથી પસંદગી માટે ઉપલબ્ધ રહે. જ્યારે આઇપીએલ 19મીથી શરૂ થાય છે. આથી બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ ખેલાડીઓ માટે ક્વોરન્ટાઇનનો સમય ત્રણ દિવસનો કરવા યુએઇ સરકારને વિનંતી કરી છે. ગાંગુલી હાલ યુએઇમાં છે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ બાયો બબલમાંથી યુએઇ આવી રહ્યા છે. આથી આ છૂટછાટની માગ કરાઇ છે. તેમ બીસીસીઆઇના સૂત્રમાંથી જાણવા મળે છે. જો યુએઇની સરકાર બીસીસીઆઇની વિનંતી માન્ય રાખશે નહીં, તો કોલકતા નાઇટ રાઇડર્સ સિવાયની બાકીની 6 ટીમોને અસર પડશે. કેકેઆરનો પહેલો મેચ 23મીથી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સનો કોઇ ખેલાડી હાલની ઓસિ.-ઈંગ્લેન્ડની શ્રેણીમાં સામેલ નથી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer