નેવી જાસૂસીકાંડના તાર ગોધરા પહોંચ્યા

નેવી જાસૂસીકાંડના તાર ગોધરા પહોંચ્યા
- ગોધરાના રિક્ષાચાલકને NIAએ પકડી પાડયો : ગુજરાતમાં બીજા સ્લીપર સેલની શોધ
 
 
ભાર્ગવ પરીખ
અમદાવાદ, તા.15: પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. દ્વારા નેવીના ઓફિસરને પૈસા આપી ગુપ્ત માહિતી મેળવવા માટે મુંબઈના એક વેપારીથી લઇ  ગુજરાતના ગોધરાના રિક્ષાચાલાક સુધી ગોઠવેલા નેટવર્કનો એન.આઈ.એ . એ પકડી પાડી ગુજરાતમાં બીજા સ્લીપર સેલની તપાસ હાથ ધરી છે. વિશાખાપટ્ટમમાં કામ કરતા ભારતીય નૌકાદળના 11 અધિકારી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ . સાથે સંકળાયેલા હોવાનું બહાર આવતા જ કેન્દ્ર સરકારે આ આખાય મામલાની તપાસ એન.આઈ.એ.ને સોંપી હતી , 2019માં પકડાયેલા આ જાસૂસી કાંડમાં એન.આઈ.એ . એ તપાસ કરતા વિશાખાપટ્ટમમાં કામ કરતા 11 નેવીના ઓફિસરોની ધરપકડ કરી હતી, આ ઓફિસરોને સોશિયલ મીડિયાથી પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સંપર્કમાં આવી હતી. જેમાં હનીટ્રેપનો પણ પ્રયોગ થયો હતો .
 એન.આઈ.એ.ના ઓફિસરે પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જન્મભૂમિ સાથે કરેલી વાતચીત કહ્યું કે  અમે જ્યારે  નેવીના ઓફિસરોના  ઇલેક્ટ્રોનિક ગેઝેટ તપસ્યા ત્યારે ખબર પડી કે વિશાખાપટ્ટમના મોહમ્મદ હાફિજ સાથે પૈસાની લેવડ દેવડ થઇ હતી, મહોમદની તપાસ કરતા ખબર પડી કે એ અનેક વખત પાકિસ્તાન જઈ આવ્યો હતો અને એના સંપર્કો આઈ.એસ.આઈના સલીમ  રઝાક સાથે હતા. અમે જ્યારે વધુ તપાસ કરી તો આ નેવી ઓફિસરના પાસે પૈસા મુંબઈના વેપારી અબ્દુલ રહેમાન શેખના દ્વારા અલગ અલગ જગ્યા એ આર.ટી.જી.એસથી ટ્રાન્સફર થતા હતા, અમે મે 2020માં અબ્દુલ રહેમાનની ધરપકડ કરી, એની પાસેના સમાન અને બેન્ક વ્યવહારોના આધારે બીજા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ 11 નેવીના ઓફિસરોએ ભારતીય જળસીમામાં સબમરીન અને જહાજોની વ્યવસ્થા કયા છે એની જાણકારી આપી હતી . અમે એમના કોલ ડીટેલ અને બેન્ક ટ્રાંજેક્શનની બારીક વિગતો તાપસી તો એનું કનેક્શન ગોધરામાં ઇમરાનના ખાતામાં પૈસા જમા થયા હોવાનું બહાર આવ્યું. અમે ગુજરાત એ.ટી.એસ.ની મદદ લીધી પણ ઇમરાનની ધરપકડ કરતા પહેલા ઘણી તપાસ કરી કારણકે ઇમરાન ગોધરામાં રિક્ષા ચલાવે છે અને એના નેવી સાથેના સંપર્ક વગેરે અજુગતું લાગતું હતું પણ અમે મુંબઈમાં ખાનગી રીતે કરેલી ધરપકડમાં થયેલી કબૂલાતમાં ઇમરાન આ પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું , અને અમે એની મોડી રાત્રે ધરપકડ કરી છે. એની વધુ તપાસ ચાલુ છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ઇમરાન જેવા સ્લીપર સેલ શોધી કાઢીશું .
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer