સુદર્શન ટીવીના ‘UPSC જિહાદ’ કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટની રોક

સુદર્શન ટીવીના ‘UPSC  જિહાદ’ કાર્યક્રમ પર સુપ્રીમ કોર્ટની રોક
નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના મુસ્લિમ સમુદાયના સીવીલ સર્વિસીસની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પાસ કરવાના સાથે સંકળાયેલા કાર્યક્રમ પર રોક લગાડી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતંક કે આ ઉન્માદ ફેલાવનારો ટીવી શો છે. કોર્ટે કહ્યું હતું કે એ પાંચ સભ્યોની સમિતિની રચના કરવાના પક્ષમાં છે જે ઇલેકટ્રોનિક મિડીયા માટે માપદંડ નક્કી કરે.  સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવીના કાર્યક્રમ પર સવાલ ઉઠાવતાં મંગળવારે કહ્યું હતું કે મીડીયામાં સ્વનિયંત્રણની વ્યવસ્થા હોવી જોઈએ. આ ટીવી કાર્યક્રમના પ્રોમોમાં દાવો કરાયો છે કે સરકારી સેવામાં મુસ્લીમ સમુદાયના સભ્યોની ધૂસણખોરીનો પર્દાફાશ કરાશે. સર્વોચ્ચે અદાલતે આ કાર્યક્રમ વિરુદ્ધની યાચીકા પર સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે અમુક મીડીયા હાઉસની ડીબેટ ચિંતાનો વિષય છે કારણ કે એમાં દરેક પ્રકારની માનહાનિકારક વાતો કહેવાય છે. જાસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુંડ, જાસ્ટિસ ઈંદુ મલ્હોત્રા અને જાસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠે કહ્યું હતું કે આ કાર્યક્રમ જુઓ. કેટલો ઉન્માદ ફેલાવનારો કાર્યક્રમ છે. આમાં કહેવાયું છે કે મુસ્લિમો યુપીએસી પરીક્ષામા ંધૂસણખોરી કરે છે અને આને લીધે પરીક્ષાઓ પર શંકા કરાઈ છે. સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પત્રકારોની સ્વતંત્રતા સર્વોપરી છે અને પ્રેસને નિયંત્રિત કરવાતી લોકતાંત્રિક વ્યવસ્થા માટે ઘાતક હશે. સુદર્શન ટીવી તરફથી સિનીયર એડવોકેટ શ્યામ દીવાને દલીલ કરી હતી કે ચેનલે રાષ્ટ્રહીતમાં આ ઈન્વેસ્ટિગેટીવ રીપોર્ટ આપવા માગે છે. આ સાંભળીને ખંડપીઠે દીવાનને કહ્યું હતું કે તમારા અસીલ દેશનું અહિત કરી રહ્યા છે અને એ માનતા નથી કે ભારત વિવિધતાથી ભરેલી સંસ્કૃતિ ધરાવે છે. તમારા કલ્યાન્ટે સ્વાતંત્ર્યના અધિકારનો ઉપયોગ સાવચેતીથી કરવો જોઈએ.
ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર સુપ્રીમની તડાપીટ
1   ઇલેક્ટ્રોનિક મીડિયાની મોટી સમસ્યા ટીઆરપી છે. જેના હિસાબે વધુને વધુ સનસનાટી ફેલાવાય છે અને લોકોની પ્રતિષ્ઠાને પણ ખરડવામાં આવે છે.
2   ઇલેક્ટ્રોનિક મીડિયાની શક્તિ વિરાટ છે અને કોઈપણ સમુદાય કે જૂથને નિશાન બનાવવામાં તે કેન્દ્રવર્તી બની શકે છે.
3   સનદી સેવામાં મુસ્લિમોની ઘૂસણખોરી જેવા નિરાધાર આક્ષેપોને કેવી રીતે ચલાવી લઈ શકાય ? શું મુક્ત સમાજમાં આવા કાર્યક્રમો ચલાવવા દેવાય ?
4   પ્રતિષ્ઠા અને છબિ ખરડાતી હોય તો તેનાં ઉપર નિયંત્રણ કેમ લાવવું ? રાજ્ય તે કરી શકતું નથી.
5   સ્થિર સમાજ અને સંવિધાનિક અધિકાર
તથા કર્તવ્ય સમુદાયોનાં સહઅસ્તિત્વ ઉપર
નિર્ભર હોય છે. તેમાં કોઈપણ સમુદાયનો
તિરસ્કાર અસ્વીકાર્ય છે.
6   દૃશ્ય માધ્યમોની માલિકી પારદર્શી હોવી જરૂરી છે. કંપનીમાં હિસ્સેદારીઓની સ્થિતિ જાહેર હોવી જોઈએ. જો સરકાર કોઈ મીડિયામાં વધુ અને કોઈમાં ઓછી વિજ્ઞાપનો આપતી હોય તો કંપનીની આવકની વ્યવસ્થા પણ તપાસવી જરૂરી બની જાય છે.
7   ટીવીની ચર્ચામાં એન્કરની ભૂમિકા પણ જોવી જોઈએ. તે બોલવામાં કેટલો સમય લ્યે છે તે
ચકાસવું જોઈએ. આ લોકો વક્તાઓને ચૂપ
કરીને સવાલો કરે છે.
8   જ્યારે પત્રકારત્વની સ્વતંત્રતાની વાત આવે ત્યારે તે પૂર્ણ આઝાદી નથી. પત્રકારને પણ અન્ય નાગરિક જેટલી જ વાણી સ્વતંત્રતા છે. અમેરિકાની જેમ આપણે અલગ વ્યવસ્થા નથી.
9   સાંપ્રદાયિક સૌહાર્દ વણસે તેવા કોઈપણ કાર્યક્રમને ચલાવવા દઈ શકાય નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer