કોરોના ફેલાયો તે ચીનમાંથી વર્ષનાં અંતે રસી આવશે!

કોરોના ફેલાયો તે ચીનમાંથી વર્ષનાં અંતે રસી આવશે!
નવેમ્બર કે ડિસેમ્બર સુધીમાં ચીનની રસી આમજનતા માટે ઉપલબ્ધ બનવાની પ્રબળ શક્યતા
નવી દિલ્હી, તા.1પ: ચીનના શહેર વુહાનમાંથી નીકળીને કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી દીધા બાદ હવે ચીનથી જ એક ખુશખબરી પણ આવી રહી છે. કારણ કે ચીન દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી રસી આ વર્ષે જ નવેમ્બર સુધીમાં સામાન્ય જનતાનાં વપરાશ માટે ઉપલબ્ધ બની શકે છે.
દુનિયામાં જેટલી પણ રસીઓ ઉપર અત્યારે પરીક્ષણો ચાલી રહ્યા છે તેમાંથી મોટાભાગની રસીઓ આગામી વર્ષે જ આવવાનું અનુમાન છે. ત્યારે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનાં એક અધિકારીએ દાવો કર્યો છે કે, નવેમ્બર સુધીમાં કોરોના વાયરસની રસી આવી જશે.
વાસ્તવમાં ચીનની ચાર રસી પરીક્ષણોનાં અંતિમ તબક્કામાં છે. તેમાંથી ત્રણ રસીને તો જુલાઈમાં જ ચીને પોતાનાં કોરોના વોરિયર્સને આપી પણ દીધી છે. સીડીસીની પ્રમુખ અને બાયોસેફ્ટીની નિષ્ણાંત ગુજેન વૂએ એક સમાચાર સંસ્થાને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, કોરોનાની રસીનાં ત્રીજા ચરણનાં પરીક્ષણો ઝડપથી અને યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. તેને ધ્યાને લેતા નવેમ્બર કે ડિસેમ્બરમાં તે આમજનતા માટે ઉપલબ્ધ બની શકે છે.

કોરોના વેકસીન માટે ભારત મોટી આશા: બિલ ગેટ
નવી દિલ્હી તા.1પ: વિશ્વભરમાં કોરોના મહામારીના ઝંઝાવાત વચ્ચે વિશ્વના બીજાક્રમના સૌથી ધનિક બિલ ગેટ‰સને ભારત પર કોરોના રસી મામલે મોટી આશા છે. તેમણે કહ્યું કે આવતા વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધીમાં કોવિડ 19ની વેકસીન અંતિમ તબક્કામાં હશે. વેકસીન ઉત્પાદનમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ છે. આવતા વર્ષે ગમે ત્યારે કોવિડ 19ની વેકસીન બજારમાં આવી શકે છે. પરંતુ સૌથી વધુ ડોઝ તો ભારત બનાવશે. ભારતમાં મોટાપ્રમાણમાં વેકસીનનું ઉત્પાદન થશે. બિલ ગેટ‰સે ઉમેર્યુ કે આમાં કેટલોક હિસ્સો વિકાસશીલ દેશોને પણ મળે એટલે સમગ્ર વિશ્વ ભારત તરફ નજર રાખી રહ્યું છે. ભારત વિશ્વમાં સૌથી મોટો વેકસીન ઉત્પાદક દેશ છે અને કોવિડ 19 વેકસીનના ઉત્પાદનમાં અમોને ભારતના સહકારની જરૂર છે. અમે ભારત પાસે વહેલી તકે વેકસીન ઈચ્છીએ છીએ. વેકસીનના ઉત્પાદન અંગે તેઓ ભારત સાથે વાતચીત પણ કરી રહ્યા છે. કોઈ પણ વેકસીન એકવાર રોલઆઉટ થાય એટલે ભારતમાં તેના ઉત્પાદનના પુરા પ્રયાસ કરીશું. સમગ્ર વિશ્વને વેકસીન સમાન રૂપે મળે અને ભારત તેમાં મદદ કરશે. જેમને જરૂર છે તે દેશોને વેકસીન ઉપલબ્ધ કરાવવાથી દુનિયાના જેટલા દેશોમાં મૃત્યુ થશે તેના અડધા જીવ બચાવી શકાશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer