બેંગલોરમાંની હિંસા પાછળ ઙBિઍંનો હાથ

બેંગલોરમાંની હિંસા પાછળ ઙBિઍંનો હાથ
નેતા પાશા સહિત 110ની ધરપકડ: ‘િહંસા પૂર્વાયોજિત’: મંત્રી
બેંગલુરુ, તા. 13: હઝરત મોહમ્મદ પયગંબર સંબંધે સોશિયલ મીડિયા પરની પોસ્ટ અનુસંધાને બેંગલુરુમાં મંગળવારે રાતે ભડકેલી હિંસા, તોડફોડ અને આગજનીના પાછળ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઈ)નાં રાજકીય સંગઠન સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (એસડીપીઆઈ)નો હાથ હોવાનું બહાર આવ્યું છે. હિંસા ભડકાવવા સબબ એસડીપીઆઈના નેતા મુજામિલ પાશા સહિત 110ની ધરપકડ થઈ હતી. ઉક્ત પોસ્ટથી ખફા થઈ સેંકડોના ટોળાએ અહીં પુલકેશી નગરમાં કોંગ્રેસી વિધાયક અખંડ શ્રીનિવાસમૂર્તિના આવાસ બહાર આચરેલી હિંસામાં 3 મૃત્યુ થયા અને 60 પોલીસકર્મી ઘાયલ થયા હતા.
મંગળવાર રાતના હુમલા સબબ પોલીસે 7 એફઆઈઆર નોંધી છે. હુમલા સબબ 300 સામે આરોપો મુકાયા છે, તે પૈકી 16 એસડીપીઆઈના સભ્યો હોવાનુ તારવવામાં આવ્યું છે. હુમલા સબબ અત્યાર સુધી કુલ 14પ લોકોને ઝડપી લેવાયા છે. વિધાયકના ભત્રીજા નવિને કથિત વાંધાજનક પોસ્ટ મૂકી હતી. વિધાયકનાં ઘરને આગ લગાડાઈ હતી અને ઘર આસપાસના સંખ્યાબંધ વાહનો ય આગની લપેટમાં આવ્યાં હતાં. બેંગલુરુ પોલીસે ડીજે હલાલી પોલીસ થાણા ક્ષેત્રમાં હિંસા ભડકાવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પાશાએ પેલી પોસ્ટના મુદ્દે ભીડ એકત્ર કરી હિંસા ભડકાવવાનું કામ કર્યાનું કહેવાય છે. પોસ્ટ મુકાયાના 1 કલાકમાં હજારોની ભીડ કરી દેવાઈ અને વિધાયકના આવાસથી માંડી સેંકડો વાહનોને નુકસાન પહોંચાડાયું છે તે જોતાં હિંસા પૂર્વનિયોજિત હોવાનું સ્પષ્ટ છે, એમ રાજ્યના પ્રવાસન મંત્રી સી ટી રવિ જણાવે છે. રાજ્ય સરકારે હિંસા સુનિયોજિત ગણાવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer