ખાનગી ટ્રેન મોડી થશે તો ભારે દંડ

ખાનગી ટ્રેન મોડી થશે તો ભારે દંડ
ખાનગી ઓપરેટર્સ માટે ઘડાતા નિયમો, બિડિંગપ્રોસેસની મુદત 8 સપ્ટેમ્બર
નવી દિલ્હી, તા.13: રેલવે તંત્રે પેસેન્જર ટ્રેનો દોડાવવા સંબંધે ખાનગી ઓપરેટર્સ માટે કડક નિયમો ઘડયા છે. ઉતારુ ટ્રેનો દોડાવવામાં ખાનગી ઓપરેટરોના પર્ફોર્મન્સમાં તે ચાવીરૂપ નિર્દેશકો બની રહેશે -જો ટ્રેનો મોડી દોડશે કે વહેલી પહોંચશે તો તેઓએ રેલવેને ભારે નુકસાની ચૂકવવાની રહેશે અને આર્થિક પેનલ્ટી ચૂકવવાનું નિવારવા દર વર્ષે ઓછામાં ઓછી 9પ ટકા પંક્ચ્યુઆલિટી (સમયપાલન)ની બાંહેધરી આપવાની રહેશે.સરકાર સાથે આવક-વહેંચણીની વ્યવસ્થા હોઈ રેલવે, ખાનગી કંપનીઓમાંના કાર્યાલયોમાં પોતાના પ્રતિનિધિની નિયુક્તિ કરશે-ખાનગી ઓપરેટર્સ તેમની આવકનું પ્રામાણિકપણે, નિષ્ઠાભેર રિપોર્ટીંગ કરે છે કે કેમ તેની ખરાઈ કરવા. રિપોર્ટ કરાયેલી આવક ખરી આવક 1 ટકો ય વધુ થયાનું જણાશે તો ખાનગી પેઢીઓએ તફાવતની દસ ગણી રકમ ડેમેજ પેટે રેલવેને ચૂકવવાની રહેશે. તમામ ખાનગી ટ્રેનો માટે હોલેજ ચાર્જ પ્રતિ કિમી રૂ. પ12નો રહેશે.એટલે કે રેલવેના આંતરમાળખા માટે અને ટ્રેનના ફિઝિકલ પરિવહનના ઉપયોગ માટે ખાનગી ટ્રેનોએ રેલવેને આ નાણાં ચૂકવવાના રહેશે. રેલવેને આભારી હોય એવા કારણોસર વર્ષમાં 1 ટકાની પંકચ્યુઆલિટી ટ્રેન ગુમાવે તો રેલવે ખાનગી કંપનીને પ0 કિમીના હોલેજ ચાર્જીસની બરાબરીનું ચૂકવશે.જો પશુઓ કે માનવી ટ્રેનની અડફેટે આવી જવાના કારણે, આંદોલન, પ્રતિકુળ હવામાન અને રેલવે તથા ખાનગી ખેલાડી બેઉનો જેની પર અંકુશ ન હોય તેવા કારણોસર ટ્રેનો મોડી પડે તો કોઈએ કશી રકમ ચૂકવવાની રહેશે નહીં. બિડિંગ પ્રક્રિયાની અંતિમ મુદત 8 સપ્ટે. છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer