બેરોજગારોને મોટી રાહત મળશે: છ મહિના સુધી અડધો પગાર

બેરોજગારોને મોટી રાહત મળશે: છ મહિના સુધી અડધો પગાર
 
કર્મચારી રાજ્ય વીમા નિગમ સાથે જોડાયેલા 3.2 કરોડ સભ્યોને લાભની તૈયારી
 
નવી દિલ્હી, તા. 13 : કેન્દ્રીય શ્રમ મંત્રાલય કોરોના સંકટ વચ્ચે બેરોજગારોને મોટી રાહત આપવા વિચારી રહ્યું છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ સાથે જોડાયેલા કર્મચારીને બેરોજગાર થવાની સ્થિતિમાં છ મહિના સુધી અડધો પગાર આપવાનો પ્રસ્તાવ છે.આ પ્રસ્તાવ મંજૂર થઈ જતાં વીમા નિગમ સાથે સંકળાયેલા 3.2 કરોડથી વધુ કર્મચારીઓને સારો ફાયદો થશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી જ આ પ્રસ્તાવ લાવવાનો વિચાર અપાયો હતો. કોરોનાના કપરાકાળમાં વધુ ને વધુ સંખ્યામાં લોકોને લાભ મળી શકે તેવો આ પ્રયાસ છે. અમેરિકા, કેનેડા જેવા દેશોમાં મળતા બેરોજગારી ભથ્થાંની જેમ જ મોદી સરકાર આ યોજના મારફતે નોકરી ખોનાર લાખો લોકોને લાભ આપવા માગે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer