સિંહ વિષે અધિકારીના બેજવાબદાર નિવેદન સંદર્ભે ખુલાસો પૂછાશે

 
અમદાવાદ, તા.13: વિશ્વ સિંહ દિનની ઉજવણીના ભાગરૂપે, સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા એક વેબીનાર  યોજવામાં આવ્યો હતો. આ વેબીનારમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઈલ્ડ લાઇફ વોર્ડને લીધો હતો. એશિયાઇ સિંહ સંરક્ષણ બાબતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેઓએ કેટલાક વાંધાજનક અને અનિચ્છનીય મંતવ્યો કર્યા હતા જે સત્યથી વેગળા હોવાના કારણે ગુજરાત સરકાર સહમત નથી અને તેઓના બિનજવાબદાર મંતવ્યો માટે સરકારે અખિલ ભારતીય સેવા (વર્તણૂક) નિયમો અનુસાર તેઓનો ખુલાસો માગતી નોટિસ આપવાનો નિર્ણય કર્યો છે. એશિયાઇ સિંહ ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશ માટે ગૌરવ સમાન છે. ગુજરાત સરકાર સિંહ સંરક્ષણ માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. એશિયાઇ સિંહના એકમાત્ર નિવાસસ્થાન સમાન ગુજરાત રાજ્યના ગીરના જંગલ અને બૃહદ ગીર વિસ્તારમાં સિંહ સંરક્ષણને ઝળહળતી સફળતા પ્રાપ્ત થયેલ છે. લોકોના સહયોગ અને સઘન સંરક્ષણ કામગીરીના કારણે પાછલા વર્ષોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો નોંધાયેલ છે. ગુજરાત સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે લેવામાં આવેલા અનેક પગલાંઓની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer