કળસારના બે યુવાનના દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ

 
બળેશ્વર મહાદેવના દર્શન કરવા ત્રણ યુવાનો ગયા’તા: નાહવા જતા મૃત્યુ મળ્યું
 
ભાવનગર, તા.13 : મહુવા પંથકમાં દરિયામાં નાહવા પડેલા ત્રણ યુવાનો પૈકી બેનાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં જ્યારે એકને બચાવી લેવાયો હતો. મળતી વિગતો મુજબ મહુવાનાં કળસાર ગામે બળેશ્વર મહાદેવના દર્શન કરવા ત્રણ યુવાનો ગયા હતા. પરત ફરતી વખતે દરિયામાં નાહવા પડયા હતા. દરિયામાં તીવ્ર મોજા ઉછળતા હોવાથી ત્રણેય યુવાનો તણાયા અને ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દરિયામાં ડૂબતા ત્રણેય યુવાનોને બચાવવા સ્થાનિક તરવૈયાઓ દોડી ગયા હતા. જેમાં રમેશ આંબાભાઈ  ડોડિયા (ઉ.32) નામના યુવાનને બચાવી લેવાયો હતો જ્યારે રાજુભાઈ આંબાભાઈ ડોડિયા અને વિશાલ લાલાભાઈ ડોડિયાનાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં હતાં. આ બનાવથી કળસાર ગામે  ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer