ઈંઙકમાં તક ન મળતાં મુંબઈના ક્રિકેટરનો આપઘાત

ઈંઙકમાં તક ન મળતાં મુંબઈના ક્રિકેટરનો આપઘાત
મુંબઈ, તા. 13 : સુશાંત સિંહની આત્મહત્યાથી બોલિવૂડ જગત હચમચી ગયું હતું તો હવે ભારતીય ક્રિકેટ જગતને એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈમાં એક ક્લબ ક્રિકેટર કરન તિવારીએ સોમવારે આત્મહત્યા કરી હતી. તે પોતાના મલાડ (પૂર્વ) સ્થિત ઘરમાં મૃત મળી આવ્યો હતો. આ વિશે તેનાં એક દોસ્તે જણાવ્યું હતું કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પસંદ ન થવાનાં કારણે પરેશાન રહેતો હતો. કરણને મુંબઈનો ડેલ સ્ટેઇન (સાઉથ આફ્રિકાનો દિગ્ગજ ફાસ્ટ બોલર) કહેવામાં આવતો હતો.
પોલીસના જણાવ્યાનુસાર 19 સપ્ટેમ્બરના રોજ યુએઇમાં શરૂ થતાં આઈપીએલમાં પસંદગી ન થયા પછી કરન ઉદાસ હતો. કરને ઉદયપુરમાં પોતાના બેસ્ટ ફ્રેન્ડને કહ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. તે આઈપીએલમાં તક ન મળવાનાં કારણે ઉદાસ હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer