ભતસના કન્ડીશનિંગ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા ભાગ લેશે નહીં

ભતસના કન્ડીશનિંગ કેમ્પમાં રવીન્દ્ર જાડેજા ભાગ લેશે નહીં
કોચ ફલેમિંગ અને હસી 22 ઓગસ્ટે સીધા દુબઇ પહોંચશે
નવી દિલ્હી, તા.13: સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સના 6 દિવસના આઇપીએલ કન્ડીશનિંગ કેમ્પમાં ભાગ લેશે નહીં. આ કેમ્પ ચેન્નાઇ ખાતે 1પ થી 20 ઓગસ્ટ દરમિયાન યોજાયો છે. સીએસકેના આ ટૂંકા કેમ્પમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, અંબાતિ રાયડૂ સહિતના ખેલાડીઓ ભાગ લેવાના છે. આઇપીએલ-13 યુએઇમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન રમાશે. ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથને આજે જણાવ્યું હતું કે જાડેજા અંગત કારણોસર કેમ્પનો હિસ્સો બની શકશે નહીં. જો કે તે 21 ઓગસ્ટે દુબઇની ફલાઇટ રવાના થતાં પૂર્વે ચેન્નાઇમાં ટીમ સાથે જોડાઇ જશે. કેમ્પનું મુખ્ય ફોકસ ફિટનેસ છે. સાથોસાથ ક્રિકેટનો અભ્યાસ પણ થશે. આ કેમ્પ માટે અમને તામિલનાડુ સરકારે એમએસ ચિદંબરમ સ્ટેડિયમમાં આયોજન કરવાની મંજૂરી આપી દીધી છે. સ્ટેડિયમમાં અન્ય કોઇને પ્રવેશ મળશે નહીં. સીએસકેના અધિકારીએ એમ પણ જણાવ્યું કે ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફલેમિંગ અને સહાયક કોચ માઇકલ હસી તા. 22 ઓગસ્ટે દુબઇમાં ટીમ  સાથે જોડાશે. જ્યારે આફ્રિકાના બે ખેલાડી ફાક ડૂ પ્લેસિસ અને લૂંગી એન્ડીગી તા. 1 સપ્ટેમ્બરે દુબઇ પહોંચશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer