મેસ્સી અને રોનાલ્ડો એક જ ક્લબ તરફથી રમશે ?

મેસ્સી અને રોનાલ્ડો એક જ ક્લબ તરફથી રમશે ?
કોસ્ટ કટિંગને લીધે યુવેંતસ રોનાલ્ડોને છૂટો કરશે: બાર્સિલોના ખરીદવા તૈયાર
નવી દિલ્હી, તા.13: વિશ્વના બે સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં એક સાથે એક જ ટીમમાં રમતા જોવા મળી શકે છે. આ સિઝનમાં ખેલાડીઓનું સૌથી મોટું ટ્રાંસફર થઇ શકે છે. રોનાલ્ડોને યુવેંતસે ઓફલોડ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ લિયોનલ મેસ્સી જે કલબ તરફથી રમી રહ્યો છે તે બાર્સિલોનાએ રોનાલ્ડોને મોટી ઓફર કરી છે તેવા રિપોર્ટ છે.યુવેંતસે રોનાલ્ડોને બે સિઝન પહેલા જ ખરીદ કર્યોં હતો. હવે કોરોનાને લીધે કોસ્ટ કટિંગના કારણે યુવેંતસ તેના સૌથી સફળ અને મોંઘા ખેલાડી રોનાલ્ડોને ઓફલોડ કરવા માગે છે. રોનાલ્ડોની સેલેરી 28 મીલીયન પાઉન્ડ એટલે કે લગભગ 24 કરોડ રૂપિયા છે. બીબીસીના રિપોર્ટ અનુસાર યુવેંતસ કલબ હવે રોનાલ્ડોને અન્ય કલબને વેંચી દેવાનો નિર્ણય લીધો છે. તે યુરોપની કોઇ મોટી કલબમાં જઇ શકે છે. જે રેસમાં બાર્સિલોના પણ સામેલ છે. જેના તરફથી સ્ટાર મેસ્સી પાછલી 9 સિઝનથી જોડાયેલો છે. બાર્સિલોનાએ રોનાલ્ડોને ખરીદવા માટે દિલચસ્પી બતાવી છે. જો બાર્સિલોના અને રોનાલ્ડો વચ્ચેની ડિલ ફાઇનલ થઇ જશે. તો ફૂટબોલ જગતના બે મહાન ખેલાડી મેસ્સી અને રોનાલ્ડો એક જ ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer