વરસાદના વિઘ્ન વચ્ચે બીજા ટેસ્ટમાં પાક.ના 3/102

વરસાદના વિઘ્ન વચ્ચે બીજા ટેસ્ટમાં પાક.ના 3/102
ઇંગ્લેન્ડ તરફથી બે વિકેટ એન્ડરસને લીધી
સાઉથમ્પટમ, તા.13: ઇંગ્લેન્ડ વિરૂધ્ધના બીજા ટેસ્ટના પ્રારંભે વરસાદના વિધ્ન વચ્ચે પ્રવાસી પાકિસ્તાને 38 ઓવરની રમતમાં 3 વિકેટ ગુમાવીને 102 રન કર્યાં હતા. પાક. સુકાની અઝહર અલીએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું. જો કે પાક.ની શરૂઆત નબળી રહી હતી. પહેલા ટેસ્ટમાં દોઢી સદી કરનાર ઓપનર શાન મસૂદ માત્ર 1 રને જેમ્સ એન્ડરસનના દડામાં એલબીડબ્લયૂ આઉટ થયો હતો. આ પછી આબીદ અલી અને સુકાની અઝહર અલી વચ્ચે બીજી વિકેટમાં 72 રનની ભાગીદારી થઇ હતી. લંચ પછી અઝહર અલી પણ એન્ડરસનનો શિકાર બનીને 8પ દડામાં 1 ચોકકાથી 20 રન કરીને આઉટ થયો હતો. આ પછી ફરી વરસાદનું વિધ્ન સજાર્યું હતું, ત્યારે આબીદ અલી  60 રને આઉટ થયો હતો. બાબર આઝમ 11 રને ક્રિઝ પર હતો.
ઇંગ્લેન્ડની ટીમમાં બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરના સ્થાને સેમ કરન અને ઝેક ક્રાઉલીનો સમાવેશ કરાયો હતો. જ્યારે પાક. ટીમમાં 11 વર્ષ બાદ ફવાદ આલમની વાપસી થઇ હતી. કોરોના મહામારી વચ્ચે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની 3 ટેસ્ટ મેચની શ્રેણી આઇસીસીના નવા નિયમ અનુસાર ખાલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં હાલ ઇંગ્લેન્ડ 1-0થી આગળ ચાલી રહ્યંy છે.
ફવાદ આલમની 11 વર્ષ બાદ વાપસી
બેટ્સમેન ફવાદ આલમે પાકિસ્તાનની ટેસ્ટ ટીમમાં 11 વર્ષના લાંબા સમય બાદ વાપસી કરી છે. આજે ઇંગ્લેન્ડ સામે શરૂ થયેલા બીજા ટેસ્ટ માટેની પાક. ઇલેવનમાં ફવાદ આલમનો સમાવેશ કરાયો છે. તે છેલ્લે વર્ષ 2009માં ન્યુઝીલેન્ડ વિરૂધ્ધની શ્રેણીનો આખરી ટેસ્ટ રમ્યો હતો. હવે ફવાદ 88 ટેસ્ટ પછી પાક. ટીમમાં સામેલ થયો છે. આ દરમિયાન તે 3910 દિવસ સુધી ટીમ બહાર રહ્યો હતો. આટલા લાંબા સમય સુધી ટીમ બહાર રહેનાર પાક. ખેલાડીઓની સૂચિમાં તે બીજા સ્થાને છે. આ પહેલા યૂનિસ અહમદે 1969માં ટેસ્ટ મેચ રમ્યા બાદ 104 મેચ બાદ 1987માં વાપસી કરી હતી. જ્યારે શાહીદ નઝીરે 6પ ટેસ્ટ બાદ પુનરાગમન કર્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer