જનતા વચ્ચે કોંગ્રેસ ‘િદશાહીન’ પક્ષ: થરુર

જનતા વચ્ચે કોંગ્રેસ ‘િદશાહીન’ પક્ષ: થરુર
 
છાપ સુધારવા પૂર્ણકાલીન પ્રમુખ ચૂંટવાની જરૂર : રાહુલ તૈયાર ન હોય તો નવા માટે કવાયત કરો
નવી દિલ્હી, તા. 9 :  કોંગ્રેસ સાંસદ શશી થરુરે રવિવારે જણાવ્યું હતું કે, જનતામાં તેમના પક્ષની છબી સાવ ‘િદશાહીન’ પક્ષની બની ગઈ છે. આ છબી સુધારવા માટે પૂર્ણકાલીન અધ્યક્ષની જરૂર છે. થરુરે એવું પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીમાં પક્ષનું ફરીથી નેતૃત્વ કરવાની તાકાત અને કાબેલિયત છે, પરંતુ રાહુલ ફરી અધ્યક્ષ બનવા નથી માગતા, તો કોંગ્રેસે નવા અધ્યક્ષ ચૂંટવાની કવાયત શરૂ કરી દેવી જોઈએ. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂરું કરવા જઈ રહ્યાં છે, ત્યારે આ ટિપ્પણી કરતાં થરુરે કહ્યું કે, સોનિયાજીના સુકાનને મેં પણ આવકાર્યું હતું, પરંતુ અનિશ્ચિતકાળ સુધી આ પદ સંભાળે તેવી અપેક્ષા રાખવી ઠીક નથી. કોંગ્રેસ ભટકી ગઈ છે અને રાષ્ટ્રીયસ્તર પર વિપક્ષની ભૂમિકા ભજવવામાં સક્ષમ નથી, તેવી છાપ સુધારવાની તાતી જરૂર છે, તેવું તિરૂવનંતપુરમના સાંસદે કહ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer