શું હવે સરકાર જનસંખ્યા નિયંત્રણનો કાયદો બનાવશે?

શું હવે સરકાર જનસંખ્યા  નિયંત્રણનો કાયદો બનાવશે?
 
ભાજપનાં સાંસદ દ્વારા વડાપ્રધાનને લખવામાં આવેલા પત્રથી અટકળો છેડાઈ
 
નવીદિલ્હી, તા.9: અયોધ્યામાં શ્રીરામ મંદિરનાં ભૂમિપૂજન બાદ શું હવે સરકાર એનઆરસી, જનસંખ્યા નિયંત્રણ કાયદા ઉપર પણ કામ કરી રહી છે? સંસદનાં આગામી સત્રમાં સરકાર વસતી નિયંત્રણ માટે કોઈ ખરડો લાવે તેવી અટકળોએ હવે જોર પકડયું છે. આ ઉપરાંત સરકાર યુનિફોર્મ સિવિલ કોડની પણ તૈયારીમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં આવા સવાલ અને અટકળો એટલા માટે છેડાઈ છે કારણ કે ભાજપનાં સાંસદ અનિલ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે અને તેમાં માગ કરી છે કે, 1પમી ઓગસ્ટનાં સંબોધનમાં વડાપ્રધાને દેશવાસીઓને જનસંખ્યા નિયંત્રણ વિશે અવગત કરવાં જોઈએ. સાથોસાથ રાષ્ટ્રહિતમાં સંસદનાં સત્રમાં આનાં માટે એક વિધેયક પણ પસાર કરાવવું જોઈએ. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી બાબતોની સંસદની સ્થાયી સમિતિ, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય સલાહકાર સમિતિ,  સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહકાર સમિતિનાં સદસ્ય ડૉ.અગ્રવાલે વડાપ્રધાનને પોતાનાં પત્રમાં કહ્યું છે કે, વર્ષ 2019ની 1પમી ઓગસ્ટે દેશમાં વસતી નિયંત્રણની આવશ્યકતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ સંકલ્પને પણ પૂરો કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ તેમણે વડાપ્રધાનને આનાં માટે સંસદમાં ખરડો લાવવાનો અનુરોધ પણ કર્યો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer