ફાયનાન્સ કંપનીનાં નામે મેંદરડાના શખસે 90 લોકો સાથે કરી છેતરપિંડી

 
દોલતપરાની મહિલા એજન્ટની 5.23 લાખની છેતરપિંડીની ફરિયાદ
 
જૂનાગઢ, તા.9: મેંદરડાના એક શખસે ફાયનાન્સ કંપનીનાં નામે દોલતપરાની મહિલાને એજન્ટ બનાવી 90 ગ્રાહકો પાસેથી રૂા.5 લાખ 23 હજાર ખંખેર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  મેંદરડાના પ્રદિપ વીરા ખાવડુ નામના શખસે ખોટું નામ દર્શાવી યશ ફાયનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે માસિક રૂા.10 હજારના પગારથી દોલતપરાની મહિલાને વિશ્વાસમાં લઈ એજન્ટ બનાવી હતી. બાદમાં એજન્ટ મહિલાને કમિશનની લાલચ આપી ગ્રાહકો શોધવાનું જણાવતા અને ગ્રાહકો પાસેથી ખૂટતા ડોક્યુમેન્ટ તથા ક્વોટેશન ચાર્જ તથા અન્ય ચાર્જના નાણા આ શખસે પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું. દોલતપરાની એજન્ટ ગોમતીબેન ઉર્ફે ગીતા રમેશ ચૌહાણ તથા તેમના ગ્રાહકો મળી 90 લોકોએ પ્રદિપ ખાવડુના ખાતામાં કટકે કટકે રૂા.5,23,700 જમા કરાવ્યા હતા પરંતુ આ શખસે કોઈ લોન પાસ કરાવી ન હતી અને પૈસા પરત કર્યા ન હતા. એજન્ટ અને ગ્રાહકો છેતરાયાનું જણાતા અંતે ગીતાબેન ચૌહાણે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસમાં મેંદરડાના પ્રદિપ ખાવડુ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer