ધ્રાંગધ્રામાં યુવાનની છરીના ઘા ઝીકી હત્યા

 
આઠ શખસો સામે નેંધાતો ગુનો
 
ધ્રાંગધ્રા, તા.9 : ધ્રાંગધ્રાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનની ઝઘડાનો ખાર રાખી આઠેક શખસોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો.આ બનાવ અંગેની વિગત એવી છે કે, ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં રહેતા જીગર દશરથભાઈ પરમાર નામના યુવાનને તોફીક, મનોજ ઉર્ફે અનુ, વિકાસ, કાળુ સહિતના શખસો સાથે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાત્રીના જીગર પરમાર નામના યુવાનને તોફીક રહેમાન બલોચ, મનોજ ઉર્ફે અનુ ડાયાલાલ પત્રકારનો પુત્ર, વિકાસ દીનેશ સોલંકી, કાળુ ખુશાલ ચાવડા, શાહરૂખ અનવર જામ, સલામન ઉમેદ જામ, અભી ડાયા ચાવડા અને સોહીલ ફુલગલીવાળો સહિતના શખસોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાસી છૂટયા હતા. આ અંગેની જાણ થતા પોલીસ તથા મૃતક જીગરના પરિવારજનો દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે નાસી છૂટેલા હત્યારા શખસો સામે ગુનો નેંધી શોધખોળ શરૂ કરી હતી.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer