મહેસૂલમંત્રી કૌશિક પટેલના નાના ભાઇની ગળાફાંસો ખાઇ આત્મહત્યા

 
પગલાનું કારણ અકબંધ: સ્યુસાઇડ નોટ પણ નથી: પોલીસ
 
(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ, તા.9 : ગુજરાતના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના નાના ભાઈ ગૌતમ પટેલે આપઘાત કર્યો છે. ગૌતમ પટેલે અમદાવાદમાં શીલજના શાલીન બંગલોમાં પોતાના રૂમમાં આત્મહત્યા કરી છે. ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, ગૌતમ પટેલના આપઘાતનું કારણ હજી અકબંધ છે. તેમના મૃતદેહને સોલા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેઓએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી છે. આત્મહત્યા કેમ કરી છે તે અંગે હાલ કોઈ ચોક્કસ કે પ્રારંભિક કારણ સામે આવી શક્યું નથી. આત્મહત્યા સમયે તેમના પુત્ર અને પુત્રવધુ ઘરે હાજર હતા. ઘરમાંથી સૂસાઈડ નોટ મળી આવી નથી. તેમણે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.       
            કૌશિક પટેલના નાના ભાઈ ગૌતમ પટેલ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા છે.  આજે સવારે 10.30 વાગ્યાની આસપાસ ગૌતમભાઈ ઉપરના માળે રૂમમાં ગયા હતા. થોડા સમય બાદ તેઓ નીચે નહીં આવતા તેમના પત્ની ઉપર રૂમમાં ગયા અને દરવાજો ખોલી જોયું તો ગૌતમભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 63 વર્ષીય ગૌતમ પટેલ કૌશિક પટેલના નાના ભાઈ છે અને બપોરે 12 વાગ્યાના સુમારે તેઓએ રૂમમાં જઇ દુપટ્ટાથી પંખામાં ફાંસો બનાવી આપઘાત કર્યો હોવાનું સમજાય છે. રાજકીય ફેમિલી કનેક્શન હોવાને પગલે આ કેસ હવે ચકચારભર્યો બન્યો છે.  
જોકે તેઓના ભાઈ મહેસૂલ પ્રધાન હોવાને કારણે આ ઘટના ભારે ચકચારી બની છે. હવે આ ઘટનામાં શું કારણ સામે આવે છે અને પોલીસની તપાસ ક્યાં સુધી પહોંચે છે તે સમગ્ર બાબત પર લોકોની મીટ મંડાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer