તાલાલામાં 10 થી 18 ઓગસ્ટ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન

કોરોના સંક્રમણને અટકાવવા ચેમ્બર ઓફ કોમર્સનો નિર્ણય
(ફૂલછાબ ન્યુઝ)
તાલાલા (ગીર), તા.9 : ગીરના પાટનગર તાલાલા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા તાલાલા શહેરમાં 9 દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તાલાલા શહેરમાં તા.10 થી 18 ઓગસ્ટ એમ કુલ 9 દિવસ સુધી સ્વૈચ્છીક લોકડાઉન રાખવાની જાહેરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી છે. આ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાવવા માટે મોટા વેપારીઓ અને વિવિધ સમાજના આગેવાનોની મળેલ મિટીંગમાં સર્વાનુમત્તે લોકડાઉન રાખવાનું નક્કી કરાયું હતું. આ મિટીંગમાં તાલુકામાં વધતા કોરોનાના સંક્રમણ અંગે ચિંતા પણ વ્યકત કરાઇ હતી.
તાલાલાગીરમાં લોકડાઉન તા.10 ઓગસ્ટથી શરૂ થશે. પણ સાતમ - આઠમના તહેવારોને લઇ નાના ધંધાર્થીઓ, ખાણી પીણીના ધંધાર્થી, ઠંડા-પીણાના ધંધાર્થીઓ 12 ઓગસ્ટ સુધી ધંધા ચાલુ રાખશે અને તા. 13 ઓગસ્ટથી તેઓ પણ સ્વૈચ્છીક લોકડાઉનમાં જોડાઇ જશે, આમ તા.13 થી 18 ઓગસ્ટ સુધી તમામ ધંધા બંધ રહેશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer