6 મહિનાના બ્રેક બાદ સેરેનાની આજથી કોર્ટ પર વાપસી

6 મહિનાના બ્રેક બાદ સેરેનાની આજથી કોર્ટ પર વાપસી
ન્યૂયોર્ક, તા.9: અમેરિકાની 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના વિલિયમ્સ હવે પૂરી રીતે ફિટ છે અને 6 મહિનાની બ્રેક બાદ ટેનિસ રમવા તૈયાર છે. સેરેના સોમવારથી શરૂ થઇ રહેલી ટોપ સીડ ઓપન દ્વારા કોર્ટમાં વાપસી કરશે. આ ટૂર્નામેન્ટ હાર્ડ કોર્ટ પર રમાશે. જે અમેરિકી ઓપનની તૈયારીમાં માટે કામ આવશે. માર્ચ પછી અમેરિકામાં આ પહેલી ડબ્લ્યૂટીએ ટૂર્નામેન્ટ હશે. જેમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં. આ ટૂર્નામેન્ટમાં સેરેનાની બહેન વિનસ વિલિયમ્સ, વિકટોરિયા અજારેંકા, સ્લોએન સ્ટીફન્સ અને યુવા કોકો ગોફ ભાગ લેશે. હાલ નવમો ક્રમ ધરાવતી સેરેના વિલિયમ્સ છેલ્લે ફેબ્રુઆરીમાં ફેડ કપમાં અમેરિકા તરફથી રમી હતી. આ પછી તેણીના આ પહેલી ટૂર્નામેન્ટ હશે. 38 વર્ષીય સેરેનાની નજર 31 ઓગસ્ટથી શરૂ થઇ રહેલ ગ્રાંડસ્લેમ ટૂર્નામેન્ટ યૂએસ ઓપન જીતવા પર છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer