નેનો ટેકનોલોજીથી કેન્સરના દર્દની અસરકારક સારવાર થશે

નેનો ટેકનોલોજીથી કેન્સરના દર્દની અસરકારક સારવાર થશે

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના રિસર્ચને મહત્વની સફળતા

રાજકોટ, તા. 8: (ફૂલછાબ ન્યૂઝ) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફાર્મસી ભવનને કેન્સરના રિસર્ચમાં સફળતા મળેલ છે. પહેલા કેન્સર જેવા રોગો જૂજ મનુષ્યમાં જોવા મળતા હતા, પરંતુ હાલમાં કેન્સર મનુષ્યમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રકારનાં કેન્સરમાંથી સિગારેટ તથા તંબાકુના હાલનાં વધતા સેવનનાં લીધે ફેફસાના કેન્સરનું પ્રમાણ ખૂબજ વધારે જોવા મળે છે. હાલમાં તેની સારવાર માટે દવા જુદી જુદી પધ્ધતિથી આપવામાં આવે છે. હજુ સુધી માર્કેટમાં તેનું પુરું નિદાન આડ અસર વગર થાય તેવી કોઇ સચોટ દવા કે પધ્ધતિ નથી. ફાર્મસી ભવનમાં ડો. મિહિર રાવલના માર્ગદર્શન હેઠળ ભવનના અધ્યાપક પ્રિયા પટેલ પોતાનાં રિસર્ચમાં ફેફસાના કેન્સરની સારવાર નેનો ટેકનોલોજી દ્વારા જુદી જુદી પધ્ધતિથી થાય અને દવા નેનો સ્વરૂપે સીધી ફેફસા સુધી પહોંચે અને અસરકારક નીવડે તેવા નેનો પાર્ટીકલ બનાવ્યા છે. નેનો પાર્ટીકલ દ્વારા દર્દીની સાજા થવાની શક્યતા પણ વધી જાય છે અને આડઅસર પણ ખુબ ઓછી જોવા મળે છે. કારણ કે દવા નેનો સ્વરૂપે શરીરનાં બીજા ભાગમાં નહીવત પ્રમાણમાં જશે અને ફેફસા સુધી વધારે પ્રમાણમાં જશે.

નેનો પાર્ટીકલની પુષ્ટી ભવનની સેલ કલચર લેબમાં કરવામાં આવી છે જેમાં કેન્સરનાં સેલ ઉપર કામ થઇ શકે. લેબમાં 30 લાખથી વધારેનાં સાધનો જેવા કે બાયો સેફટી કેબિનેટ, રેફ્રીજરેટેડ, સેન્ટ્રીફયુર, એલીસા પ્લેટ રીડર વિગેરે છે. પ્રકારની લેબોરેટરી સૌરાષ્ટ્રમાં પ્રથમ છે તથા ગુજરાતની તમામ ફાર્મસી સંસ્થાઓની એક માત્ર લેબોરેટરી ભવનમાં સ્થપાયેલી છે. લેબોરેટરીમાં વિવિધ પ્રકારનાં ટેસ્ટ જેવા સેલ વાયેબિલીટી અસાય, સેલ પ્રોલાઈફરેશન અસાય વિગરે થઇ શકે.

પ્રાણીઓ જેવા કે ઉંદરમાં કેન્સર પેદા કરી નેનો પાર્ટીકલ વડે તેમનો ઉપચાર સફળ નીવડયો છે જેને પ્રિ ક્લીનીકલ સ્ટડી કહેવાય છે.

પ્રકારના પ્રયોગો ભવિષ્યમાં મનુષ્યો ઉપર કરી તેના અત્યંત સફળ પરિણામ આવે તેની પુરી શક્યતા છે. જેને કારણે હાલ ફેફસાનાં કેન્સર માટે લેવામાં આવતી દવાનું પ્રમાણ પણ ઘટાડી શકાશે અને દવાની આડ અસર પણ ઓછી થશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એસએસઆઈપી સેલ હેઠળ ફાર્મસી ભવન દ્વારા પ્રકારનાં નેનો પાર્ટીકલની પેટન્ટ કરાવાઈ છે.

એક મહિનાની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એસએસઆઈપી સેલ હેઠળ ફાર્મસી ભવન દ્વારા બીજી પેટન્ટ સફળતાપૂર્વક ફાઈલ કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer