સૌરાષ્ટ્ર યુનિ.ને વૃક્ષોથી હરિયાળી કરવાના નૂતન સંકલ્પનો શુભારંભ

સૌરાષ્ટ્ર યુનિ.ને વૃક્ષોથી હરિયાળી કરવાના નૂતન સંકલ્પનો શુભારંભ

0 હજાર વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક પૈકી પ્રથમ તબક્કામાં 10 હજાર વૃક્ષ વાવેતરનો આરંભ

રાજકોટ, તા. 8 (ફૂલછાબ ન્યુઝ) વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજાની મહેરબાની રહી છે. સીઝનના પ્રારંભે વરસાદ સારો થયો છે અને હજુ પણ મેઘમહેર વરસી રહી છે. સ્થિતિમાં આશરે સાડા ત્રણસો એકરમાં વિસ્તરેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાડા ચાર એકર જેટલી જગ્યામાં સદ્ભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી 0 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો  સંકલ્પ વ્યક્ત કરાયો હતો. જેના પ્રથમ તબક્કામાં 10 હજાર જેટલા વૃક્ષોના વાવેતરનો શુભારંભ આજે ઝરમર વરસાદ વચ્ચે કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેશાણીના હસ્તે થયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જગ્યામાં સદ્ભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયા અને સહયોગીઓ દ્વારા જાપાનીઝ મિયાવાકી પધ્ધતિથી 0 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના કરાર થયા હતા. 0 હજાર જેટલા વૃક્ષોના વાવેતરથી અહીંયા ઘનિષ્ઠ વનનું નિર્માણ કરી પર્યાવરણના જતનનો એક હેતુ પાર પાડવાનો આશય છે.

આજરોજ પ્રકલ્પના પ્રથમ તબક્કાનો આરંભ થયો હતો. જેમાં 10 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા કરી ગ્રીન કેમ્પસની સંકલ્પના સાકાર કરવા તરફ પ્રથમ પ્રયાણ કરાયું હતું. કુલપતિ અને ઉપકુલપતિએ પ્રતીક વૃક્ષારોપણ કરી સંકલ્પનાનો પ્રારંભ કરાવ્યો હતો.

પ્રસંગે કુલસચિવ જતિન સોની, સદ્ભાવના વૃધ્ધાશ્રમના ડો. નીશિથ ત્રિવેદી, ડો. સંજય પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer