રાજ્યમાં કોરોનાના 1100 કેસ : 1135 સાજા થયા

રાજ્યમાં કોરોનાના 1100 કેસ : 1135 સાજા થયા
 
- વધુ 23ના મૃત્યુ, 14530 દરદી સારવારમાં
 
અમદાવાદ, તા. 8 : દેશમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ઓગષ્ટ મહિનાની શરૂઆતમાં જ ભારતમાં કોરોનાએ તમામ રેકર્ડ તોડી નાખ્યા છે. પહેલા આઠ દિવસમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે અને આ સંખ્યા અમેરિકા અને બ્રાઝિલથી પણ વધુ છે. ગુજરાતમાં પણ કાંઇક આવી જ પરિસ્થિતિ છે. અનલોક-3ના આજે આઠમા દિવસે 24 કલાકમાં ગુજરાતમાં અનલોક-3ના પ્રથમ બે દિવસ બાદ આજે ત્રીજી વાર 1101 કોરોના સંક્રમિતના કેસ નોંધાતા કુલ કેસનો આંક 70 હજાર નજીક અર્થાત્ 69,986 થયો છે. બીજી તરફ 24 કલાકમાં રાજ્યમાં વધુ 23 કોરોના દર્દીના મૃત્યુ થતા કુલ મૃતાંક 2629 થયો છે. આજે સૌથી સારી વાત એ છે કે, 1135 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 52 હજારને વટાવીને 52827 થયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો સાજા થવાનો આંક 75.48 ટકા થયો છે. ગુજરાતમાં હાલ 14530 એક્ટિવકેસ છે. જેમાંથી 82 વેન્ટિલેટર પર છે.
વિતેલા 24 કલાક દરમિયાન ગુજરાતના તમામ જિલ્લામાં કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 182 અને ગ્રામ્યમાં 44 થઇને 226, અમદાવાદ શહેરમાં 132 અને ગ્રામ્યમાં 19 થઇને 151, વડોદરામાં 113, રાજકોટમાં 93, જામનગરમાં 54, ભાવનગરમાં 47, અમરેલીમાં 33, જૂનાગઢમાં 32, ગાંધીનગર અને મહેસાણામાં 30-30, પંચમહાલમાં 31, દાહોદમાં 27, ગીર સોમનાથમાં 26, કચ્છમાં 22, સુરેન્દ્રનગરમાં 21, મોરબીમાં 20, પાટણમાં 19, વલસાડમાં 17, ભરૂચ અને નર્મદામાં 11-11, ખેડામાં 10, આણંદ, બોટાદ, મહીસાગરમાં 9-9, છોટાઉદેપુર અને સાબરકાંઠામાં 8-8, નવસારીમાં 7, બનાસકાંઠા અને પોરબંદરમાં 5-5, દેવભૂમિ દ્વારકામાં 4, અરવલ્લીમાં 3,તાપીમાં 2 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે. આજે ગુજરાતમાં શહેરોમાં 570 અને ગ્રામ્યમાં 531 કેસો નોંધાવા પામ્યા છે.
વિતેલા 24 કલાક દરમિયાન સુરતમાં 10, અમદાવાદમાં 5, જૂનાગઢ, કચ્છ અને વડોદરામાં 2-2, જ્યારે અમરેલી અને ગાંધીનગરમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer