રાંચીમાં એક જ વિમાનને નડયા બે અકસ્માત, તમામ મુસાફર સુરક્ષિત

રાંચીમાં એક જ વિમાનને નડયા બે અકસ્માત, તમામ મુસાફર સુરક્ષિત
પહેલા બર્ડ હિટની આશંકાને પગલે વિમાન રોકાયું, બે કલાક બાદ ફરી ઉડાન ભરતા પૈડામાં આગ પછી ધડાકો
રાંચી, તા. 8 : કેરળ વિમાન દુર્ઘટનાના 24 કલાકમાં ઝારખંડમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા ટળી ગઈ હતી. ઝારખંડમાં વિમાન સાથે 4 કલાકની અંદર બે વખત દુર્ઘટના બની હતી. આ વિમાનમાં 150થી વધારે મુસાફર સવાર હતા. એર એશિયાના પાયલોટે સમયસુચકતા વાપરીને પક્ષી ટકરાયું હોવાની આશંકાને પગલે વિમાનને સુરક્ષિત રીતે રોકી લીધું હતું. બે કલાક બાદ વિમાને ફરી ઉડાન ભરી હતી પણ થોડે દૂર દોડતા જ વિમાનના પૈડામાંથી આગ નિકળી હતી અને જોરથી ધડાકો થયો હતો. ત્યારબાદ પાયલોટે તાકીદે ઈમર્જન્સી બ્રેક મારી દીધી હતી અને ફાયરબ્રિગેડની બે ગાડી સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. 4 કલાકમાં બે-બે અકસ્માતો થવા છતા સદભાગ્યે વિમાનમાં સવાર તમામ 176 મુસાફર અને ક્રૂ મેમ્બરસુરક્ષિત છે.  એરપોર્ટ ડાયરેક્ટરે કહ્યું હતું કે, ટેક્નીકલ તપાસ બાદ જ ગરબડના કારણોની પૂરી જાણકારી મળી શકશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer