ભાવનગરમાં માતા સાથેના આડાસંબંધના ડખ્ખામાં પુત્રની છરીના ઘા ઝીંકી હત્યા

 આડોસંબંધ રાખનાર સહિત ચાર શખસની શોધખોળ
ભાવનગર, તા.8: ભાવનગરમાં આખલોલ જકાતનાકા પાસે મુખ્યમંત્રી આવાસ યોજનામાં ત્રીજા માળે રહેતા યોગેશ પ્રતાપ બારૈયા નામના યુવાનની સોહિલ ઉર્ફે સોયલો રફીક મેમણ, રાહુલ ઉર્ફે કાયો, સાહીલ સંધી અને પારસ વાણિયો નામના ચાર શખસોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં મૃતક યોગેશ બારૈયાની માતા જ્યોતિબેનને હત્યારા સોહિલ સાથે આડો સંબંધ હોય તે મામલે યોગેશ અને સોહિલને માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખીને સોહિલ તથા તેના સાગરીતોએ યોગેશ બારૈયાની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ અંગે પોલીસે જ્યોતિબેન પ્રતાપ બારૈયાની ફરિયાદ પરથી સોહિલ ઉર્ફે સોયબ રફીક મેમણ, રાહુલ ઉર્ફે કાયો, સોહિલ સંધી અને પારસ વાણિયા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer