હોકી ટીમને ઝટકો : કેપ્ટન મનપ્રીત સહિત પાંચ ખેલાડીને કોરોના

હોકી ટીમને ઝટકો : કેપ્ટન મનપ્રીત સહિત પાંચ ખેલાડીને કોરોના
હોકી શિબિર પહોંચતા જ કરવામાં આવેલા ટેસ્ટમાં કોરોના સામે આવ્યો
નવી દિલ્હી, તા. 8 : ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સહિતના પાંચ ખેલાડીઓ બેંગલુરૂમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની રાષ્ટ્રીય હોકી શિબિરમાં કરવામાં આવેલા રિપોર્ટ બાદ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ ખેલાડીઓ ઘરે બ્રેક બાદ ટીમ સાથે શિબિરમાં પહોંચ્યા હતા. ગોલકિપર કૃષ્ણા બી પાઠક પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટની રાજ્ય સરકારને જાણકારી આપી દેવાઈ છે. સાઈ અનુસાર શિબિરમાં સાઈએ તમામ ખેલાડીઓના શિબિરમાં પહોંચવા ઉપર કોવિડ-19 પરિક્ષણ અનિવાર્ય બનાવ્યું છે. પોઝિટિવ આવેલા તમામ ખેલાડીઓએ એક સાથે યાત્રા કરી હતી તો પૂરી સંભાવના છે કે બેંગલુરૂ પહોંચ્યા બાદ તેઓથી વાયરસ ફેલાયો હશે. વધુમાં કહેવામાં આવ્યું છે કે, તમામ પાંચ ખેલાડીઓને રેપિડ પરિક્ષણમાં કોરોના નેગેટીવ આવ્યો હતો. પરંતુ મનપ્રીત અને બાદમાં સુરેન્દ્રમાં કોરોનાના અમુક લક્ષણ જોવા મળતા અન્ય 10 ખેલાડીઓ સાથે આરટી-પીસીઆર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ ખેલાડી પોઝિટિવ મળી આવ્યા હતા. જો કે રિપોર્ટ હજી સાઈને સોંપવામાં આવ્યા નથી પણ રાજ્ય સરકારે સાઈના અધિકારીઓને જાણકારી આપી દીધી છે અને અમુક પરિક્ષણના પરિણામની રાહ પણ જોવાઈ રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer