ટીમ ઈન્ડિયા કિટની સ્પોન્સરશિપની દોડમા પૂમા : એડિડાસ થશે સામેલ

ટીમ ઈન્ડિયા કિટની સ્પોન્સરશિપની દોડમા પૂમા :  એડિડાસ થશે સામેલ
એક અહેવાલ મુજબ જર્મન કંપની પૂમા દોડમાં આગળ
નવી દિલ્હી, તા. 8 : જર્મનીની ખેલ સામાન અને ફૂટવેર નિર્માતા કંપની પૂમા ભારતીય ક્રિકેટ ટીમની કિટ સ્પોન્સરશિપનો અધિકાર ખરીદવાની દોડમાં સૌથી આગળ છે. જ્યારે પૂમાની પ્રતિદ્ધંદ્વી કંપની એડિડાસ પણ દોડમાં સામેલ થઈ શકે છે. બીજી તરફ નાઈકી બીજી વખત બોલી લગાડશે કે નહી તે અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. તે બીસીસીઆઈની ઓછી બોલી લગાડવાની રજૂઆત ફગાવી ચૂકી છે. નાઈકીએ 2016થી 2020 માટે 370 કરોડ (30 કરોડ રોયલ્ટી) આપ્યા હતા. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે તેઓ પુષ્ટિ કરે છે પૂમાએ આઈટીટી દસ્તાવેજ ખરીદ્યા છે. જેની કિંમત એક લાખ રૂપિયા છે. જો કે દસ્તાવેજ ખરીદવાનો અર્થ એ નથી થતો કે તે બોલી લગાડશે પણ પૂમાએ બોલી માટે રસ બતાવ્યો છે.
એડિડાસે પણ રસ બતાવ્યો છે જો કે સ્પોન્સરશિપના અધિકાર માટે બોલી લગાડશે કે નહી તે ખ્યાલ આવી શક્યો નથી. અમુકનું માનવું છે કે જર્મન કંપની મર્ચેન્ડાઈસ ઉત્પાદનો માટે સ્વતંત્ર રૂપથી બોલી કરી શકે છે. જેના માટે અલગ ટેન્ટર રહેશે. ઉત્પાદનોનું વેચાણ નિર્ભર કરે છે કે કંપનીના કેટલા એક્સિક્લસિવ સ્ટોર કે કેન્દ્ર છે. પૂમાના 350થી વધારે સ્ટોર છે. જ્યારે એડિડાસના 450થી વધારે આઉટલેટ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer