સંતાનોને મળવા ગયેલા યુવાન પર ચાર સાળાનો કુહાડીથી ખૂની હુમલો

અમરેલી, તા.7 : જાફરાબાદ તાબેના શીયાળબેટ ગામે રહેતો માનસંગ માલાભાઈ શીયાળ નામનો માછીમાર યુવાન તેની પતની પાંચેક દિવસથી માતવરે રીસામણે બે સંતાનો સાથે જતી રહી હતી. આથી માનસંગ શીયાળ તેના બે બાળકોને મળવા માટેથી સસરાના ઘેર ગયો હતો.
દરમિયાન માનસંગ શીયાળના સાળા મનસુખ હરજી કોટડીયા, લાખા હરજી, સાદુલ હરજી અને રમેશ હરજીને ગમ્યુ નહોતું અને ચારેય સાળાએ બનેવી માનસંગને મારકુટ કરી કુહાડીથી હુમલો કરી નાસી છુટયા હતા અને ઘવાયેલા માનસંગને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે માનસંગના પિતા માલાભાઈ રામભાઈ શીયાળની ફરિયાદ પરથી ચારેય હુમલાખોર સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer