ખંઢેરા ગામે ગૃહકંકાસમાં પતિએ પત્નીની હત્યા કર્યાનું ખુલ્યું

તળાજા, તા.7 : તળાજા તાબેના ખંઢેરા ગામે રહેતી કંચનબેન રુખડ વાળા નામની મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક કંચનબેનના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતા ફોરેન્સિક પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે હાથ ધરેલી તપાસમાં રુખડ હમજીભાઈ વાળા આકરી પુછતાછ કરતા બનાવ આપઘાતનો નહી પરંતુ હત્યાનો હોવાનું ખુલ્યું હતું. ગૃહકંકાસના કારણે પતિ રુખડએ તેની પત્ની કંચનબેનની દોરડા વડે ગળાટુંપો દઈ હત્યા કરી નાખ્યાનું ખુલ્યું હતું. ગૃહકકાસના કારણે મૃતક કંચનબેન માતરે ચાલી ગઈ હતી અને દોઢ માસ પહેલા જ પરત પિયર આવી હતી. આ બનાવના પગલે ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે સનેસ ગામે રહેતા નિલેષ દુલાભાઈ મેર નામના યુવાનની ફરિયાદ પરથી રુખડ હમજીભાઈ વાળા વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer