ખાખરેચી ગામ પાસે ટ્રેલર-કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યકિતના મૃત્યુ

ત્રણેયના મૃતદેહ કારમાંથી કાઢવા ક્રેઈન-જેસીબીની મદદ લેવી પડી
(ફૂલછાબ ન્યુઝ)
માળિયા મિયાણા, તા.7 : માળિયા મિયાણા હાઈવે પર ભીમસર ચોકડી પાસે  ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સુરતના ત્રણ વ્યકિતના મૃત્યુ નિપજ્યા હતા અને બે વ્યકિતને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયા હતા. દરમિયાન માળિયા હાઈવે પરના ખાખરેચી ગામના પાટિયા પાસે ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં કારમાં બેઠેલા ત્રણ વ્યકિતના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યાનો બનાવ પોલીસમાં નેંધાયો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, માળિયા મિયાણા હાઈવે પરના ખાખરેચી ગામના પાટિયા પાસેથી સ્વીફટ કાર પસાર થતી હતી, ત્યારે ટ્રેલર પસાર થયું હતું અને ટ્રેલરનો પાછળનો આખો ડબ્બો કાર ઉપર પડતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં બેઠેલા બેચર નારણભાઈ ચાડમિયા, નિલેષ અમરસીભાઈ ચાડમિયા અને ગૌતમ ચંદુભાઈ સંતોકી નામની ત્રણેય વ્યકિતના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા હતા.
આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને ક્રેઈન-જેસીબીની મદદથી કારમાંથી ત્રણેયના મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે ટ્રેલર ચાલક સામે ગુનો નેંધવાની તજવીજ હાથધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer