આગામી વર્ષે ભારતમાં રમાશે ટી20 વિશ્વકપ

આગામી વર્ષે ભારતમાં રમાશે  ટી20 વિશ્વકપ
ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડકપ 2022માં યોજાશે : મહિલા વિશ્વકપ પણ 2022માં
નવી દિલ્હી, તા. 7 : ભારતમા ટી20 વિશ્વકપ-2021ના આયોજને લઈને રસ્તો સાફ થઈ ગયો છે. હવે 2021માં ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે. જ્યારે 2022માં ટૂર્નામેન્ટનું આગામી સંસ્કરણ ઓસ્ટ્રેલિયામાં થશે. આ મામલે નિર્ણય ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આઈસીસીની બેઠકમાં લીધો હતો.
આમ 2021નો ટી20 વિશ્વકપ અને 2023 વનડે વિશ્વકપનું ભારતમાં આયોજન નિશ્ચિત થયું છે. જ્યારે 2022નો ટી20 વિશ્વકપ ઓસ્ટેલિયાની મેજબાનીમાં રમાશે. બીજી તરફ આઈસીસીએ મહિલા વનડે વિશ્વકપ 2021ને રદ કરી દીધો છે. હવે આ ટૂર્નામેન્ટ 2022માં 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ન્યૂઝિલેન્ડમાં જ રમાશે. ભારતમાં થનારો ટી20 વિશ્વકપ ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે. ટૂર્નામેન્ટનો ફાઈનલ 14 નવેમ્બરના થશે. ઓસ્ટ્રેલિયામાં થનારો ટી20 વિશ્વકપ 2022ના ઓક્ટોબર - નવેમ્બરમાં રમાશે અને ફાઈનલ 13 નવેમ્બરના થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer