જૈન વિઝન દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે કવોરન્ટાઈન ફેસેલીટી સેવા

જૈન વિઝન દ્વારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે કવોરન્ટાઈન ફેસેલીટી સેવા

માત્ર 1100 રૂપિયા રોજના ભરીને સગવડ પ્રાપ્ત કરી શકાય છે

રાજકોટ તા.3: શહેરની ધરતી માં સેવા ભાવનાની તત્પરતા હંમેશા ધબકે છે કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ વખતે અહીંની સેવાભાવી સંસ્થાઓ અને લોકો મુશ્કેલીમાં સપડાયેલા લોકોને મદદરૂપ થવાનો રસ્તો શોધી લે છે.

 હાલમાં કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં કાળો કેર મચાવ્યો છે ભારત દેશ, ગુજરાત રાજ્ય અને રાજકોટ શહેર-જિલ્લો તેમાંથી બાકાત નથી. કોરોનાગ્રસ્ત દર્દીઓ ને સરકાર તરફથી સરકારી હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર મળી રહે છે. પરંતુ  કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા લોકો તેમજ કોરોનાની સારવારમાંથી સાજા થયેલા લોકોને ડોક્ટર કવોરન્ટીન થવાનું કહેતા હોય છે. કવોરન્ટીનનો સમય અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસનો હોઈ શકે. ક્યારેક એક પરિવારના એક કરતા વધુ સભ્યોને ઓનલાઈન થવાનું હોય છે. અલબત્ત તેના માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ સહિત સરકારી કવોરન્ટીન સેન્ટર ચાલી રહ્યા છે.

પરંતુ જેઓ ખાનગી રીતે પેઈડ ફેસીલીટીમાં કવોરન્ટીન થવા માગતા હોય તેમને ઘણી વખત હોટલના ઉંચા ભાડા પરવડતા નથી. જૈન વિઝન સંસ્થા રાજકોટ દ્વારા આવા લોકોના મદદમાં આવવા અનોખી સેવાનો પ્રકલ્પ શરૂ કરાયો છે જૈન વિઝનના પ્રયોજક મિલનભાઈ કોઠારી અને સહ પ્રયોજક ભરતભાઈ દોશી દ્વારા ખાનગી હોટલ ચેઈન નોવા સ્ટાર સાથે ટાઈ અપ કરાયું છે. શહેરમાં જાગનાથ પ્લોટ, મોટી ટાંકી ચોક, માલવીયા ચોક અને રાજેશ્રી હોટેલ સામે આવેલી નોવા સ્ટાર હોટેલમાં પેઇડ ફેસીલીટીમાં ાિuફફિક્ષાશિંક્ષય થવા માગતા લોકોને નહીં નફો નહીં નુકસાનના રૂપિયા અગિયારસોના દર સાથે ાિuફફિક્ષાશિંક્ષય ફેસેલીટી શરૂ કરાઈ છે આશરે પંદર દિવસથી શરૂ થયેલા સેવા પ્રકલ્પમાં હાલ 18થી વધુ લોકો પેઇડ કવોરન્ટીન થયેલા છે. ભરતભાઈ દોષીના જણાવ્યા અનુસાર અગિયારસો રૂપિયા માં બે ટાઈમનું ભોજન, નાસ્તો સવાર-સાંજ ગરમ હળદર વાળું દૂધ વગેરે આપવામાં આવે છે. પ્રકારનો સેવા પ્રકલ્પ સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રથમ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં કેટલાંય સ્થળે ચાર્જેબલ સેન્ટર છે જે 3 થી 5 હજાર વસુલે છે.

 રાજકોટના પેઈડ ફેસીલીટી સેન્ટરમાં રહેવા માટે છેક અમદાવાદ અને સુરતથી પણ લોકોના ફોન કોલ્સ આવતા હોવાનું ભરતભાઈએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે જરૂર પડયે બે ડોક્ટરને પણ ફોન કરી ગમે ત્યારે બોલાવી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે. પેઈડ ફેસીલીટી ાિuફફિક્ષાશિંક્ષય સેન્ટરમાં રહેલા લોકોને ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સવારે દાળ ભાત શાક રોટલી સલાડ તેમજ રાત્રે કઢી ખીચડી ભાખરી રોટલી થેપલા બ્રેકફાસ્ટમાં ઈડલી સાંભાર વગેરે ભોજન એક જૈન વિઞનના સભ્યના ઘરે તૈયાર કરવામાં આવ્યા બાદ પહોંચાડવામાં આવે છે.

સેવામાં યજ્ઞમાં આહુતિ આપવા દાતાઓના પણ ફોન આવી રહ્યા છે જોકે હજુ સુધી તેની જરૂર પડી નથી.  રાજકોટના પગલે અમદાવાદમાં પણ પ્રકાર નો સેવા યજ્ઞ કરવા તજવીજ ચાલી રહી છે જોકે તેની શરૂઆત હજુ થઇ નથી જ્યાં સુધી કરોના ની સ્થિતિ રહેશે ત્યાં સુધી સેવા ચાલુ રાખવા ભરતભાઈએ જણાવ્યું હતું.

જેમના ઘરમાં વ્યક્તિ પોતાને આઈસોલેટ કરી શકે એવી સગવડ હોય તેમને કદાચ વાંધો નહીં આવતો. હોય પરંતુ જેમને ઘરે પૂરતી વ્યવસ્થા હોય ભોજન બનાવી શકે એવું કઈ સભ્ય હોય તેમને હોટલમાં રહેવાની છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer