કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ થયા સેલ્ફ ક્વોરન્ટાઈન

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ થયા સેલ્ફ ક્વોરન્ટાઈન
 
અમિત શાહ બાદ યેદિયુરપ્પા અને કાર્તિ ચિદમ્બરમ કોરોના પોઝિટિવ
નવી દિલ્હી, તા. 3 : કોરોના વાયરસ નેતાઓ વચ્ચે પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમિત શાહ બાદ કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા પણ કોરોનાથી સંક્રમિત મળી આવતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાર્તિ ચિદમ્બરમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ અમિત શાહને કોરોના થયા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ તકેદારીના ભાગરૂપે સેલ્ફ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.  કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ પોતાને કોરોના સંક્રમણ હોવાની વાત ટ્વીટર હેન્ડલ ઉપરથી જાહેર કરી હતી અને સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખવા અને સેલ્ફ ક્વોરન્ટીન થવા માટે અપીલ કરી હતી.  અમિત શાહને કોરોના સંક્રમણ સામે આવ્યા બાદ સંપર્કમાં આવેલા લોકોને જરૂરી પગલા લેવા અપીલ કરી હતી. જેને ધ્યાને લઈને જ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer