29 ટકા પ્રવાસી શ્રમિકોની ‘કામવાપસી’

29 ટકા પ્રવાસી શ્રમિકોની ‘કામવાપસી’
45 ટકા શ્રમિકો કામ ઉપર પરત ફરવા માગે છે: સર્વે
નવી દિલ્હી, તા.3: લોકડાઉનની શી અસર થઈ છે અને હિન્ટરલેન્ડ (દરિયાકિનારા પરના પ્રદેશ પાછળનો મુલ્ક) કઈ રીતે અનલોક થઈ રહ્યંyં છે તેના મૂલ્યાંકન માટે 11 રાજ્યોના ગ્રામીણ વિસ્તારોના 4,83પ કુટુંબોના કરાયેલા સર્વેના વિચારણીય તારણો આવ્યા છે: અસરો પૈકી મુખ્ય છે ગામડાઓમાં કૌશલ્યવાળી રોજગારીના અભાવથી પ્રેરાઈ થઈ રહેલું રીવર્સ માઈગ્રેશન (‘કર્મભૂમિ’ ભણી હિજરતીઓની ફેરવાપસી). વતન હિજરત કરી ગયેલા પૈકી 2/3 કાં તો શહેરોમાં પરત આવી ગયા છે અથવા તેવી ઈચ્છા વ્યકત કરી રહ્યા છે. સર્વેનો ડેટા દર્શાવે છે કે અન્ય શહેરોમાં કામ કરતા હતા તેવા હિજરતીઓવાળા 1,196 કુટુંબોમાંના 74 ટકા, મહામારીને સર્જેલા સંજોગોના કારણે પોતાને ગામ પાછા ફર્યા હતા. આમાંના 29 ટકા લોકો મહાનગરોમાં પાછા ફરી ચૂક્યા છે અને તેમાંના 4પ ટકા હજી ગામડાઓમાં છે, તેઓ શહેરોમાં પાછા આવવાનું વિચારી રહ્યા છે. શહેરોમાં પાછા આવી ગયેલાઓમાંના એક ચતુર્થાંશ લોકો કામકાજની તલાશમાં છે. દરમિયાન એક સારા સમાચાર એ છે કે પૂરતી ખાદ્યસામગ્રી ન મેળવી શકનારાઓની સંખ્યા ઘટી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer