વડોદરામાંથી રૂ. 500ના દરની નવ જાલી ચલણી નોટ સાથે કાપડનો ધંધાર્થી પકડાયો

પત્નીએ જાલી નોટ વટાવવા માટે આપ્યાનું રટણ
 વડોદરા, તા. 3: અહીના સુશીલનગર કો-ઓપરેટીવ સોસાયટી વિસ્તારમાંથી રૂ. 500ના દરની નવ જાલી ચલણી નોટ સાથે ન્યુ વીઆઇપી રોડ પર વૈકુંઠ-2માં રહેતાં કાપડના ધંધાર્થી મનોજ પન્નાભાઇ મારવાડીને પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસની પૂછપરછમાં મનોજ મારવાડીએ એવી કબૂલાત આપી હતી કે તે મુંબઇથી કાપડ લાવીને છુટક કાપડ વેચવાનો ધંધો કરે છે.  પાંચ દિવસ પહેલા તેની પત્ની દલુ કાપડની ખરીદી કરવા માટે મુંબઇ ગઇ હતી. ત્યારે તે મુંબઇથી આ ચલણી નોટ લાવી હતી. તે આ જાલી ચલણી નોટ કોની પાસેથી લાવી હતી તેની તેને ખબર નથી. પત્નીએ જાલી નોટ ભીડભાડવાળી જગ્યાએ વટાવવા માટે આપી હતી. આ હકિકતના આધારે પોલીસે તેની પત્ની દલુ સામે પણ ગુનો નોંધ્યો હતો અને જાણી ચલણી નોટનું પગેરૂ મેળવવા તેને રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer