જામનગરમાં બે જૂથ વચ્ચે સશત્ર ધિંગાણું: છ વ્યકિતને ગંભીર ઈજા

 પોલીસે બંને પક્ષો સામે ખૂનની કોશિશના ગુના નોંધ્યા: બંદોબસ્ત ગોઠવાયો
જામનગર તા.3: (ફૂલછાબ ન્યુઝ) જામનગરમાં વાઘેરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે ધિંગાણું થયું હતું અને સામસામી છરી-ધોકા, પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હતો. જેમાં બંને પક્ષના મળી છ વ્યકિતઓને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે ખૂનની કોશિષના ગુના નોંધ્યાં છે.  વાઘેરવાડા વિસ્તારમાં રહેતા મહમદ સુલેમાન મકવાણા અને વચ્ચે અગાઉ તકરાર થઈ હતી તેનું મનદુ:ખ રાખીને બન્ને જૂથ વચ્ચે ધિંગાણું થયું હતું. છરી-ધોકા-પાઈપ જેવા હથિયારો સાથે સામસામે હુમલા થયા હતા.જેના કારણે વાઘેરવાડા વિસ્તારમાં ભારે તંગ વાતાવરણ બની ગયું હતું. બંને પક્ષના સામસામે હુમલામાં કુલ છ વ્યકિતઓ ઘાયલ થઈ હતી અને નાની-મોટી ગંભીર ઈજાઓ થઈ હતી. એક જૂથના મહંમદ અલી સુલેમાન મકવાણાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના અન્ય બે વ્યકિતઓ ઉપર જીવલેણ હુમલો કરી ખૂનની કોશિષ કરવા અંગે હૈદર ઈબ્રાહીમ ગજિયા સહિત સાત શખસો સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે ફરજાનાબેન ઈબ્રાહીમભાઈ ગજિયાએ પણ પોતાના જૂથની બે વ્યકિત પર જીવલેણ હુમલો કરી ખૂનની કોશિષ કરવા અંગે મોહમ્મદ અલી સુલેમાન મકવાણા સહિત સાત શખસો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખૂનની કોશિષો તથા રાયોટીંગની કલમ હેઠળ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer