હલેન્ડા ગામે માસુમ બાળકી સાથે અડપલા કરનાર કૌટુંબીક મોટાબાપુ ઝડપાયો

બાળા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે નરાધમે પ્રોત પ્રકાશ્યું
રાજકોટ. તા.3 : સરધાર તાબેના હલેન્ડા ગામે રહેતા પરિવારની માસુમ બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ગામમાં રહેતા અને કૌટુંબીક મોટાબાપુએ પ્રોત પ્રકાશ્યું હતું.  માસુમ બાળા સાથે બીભત્સ અડપલા કરતા બાળાએ દેકારો કર્યે હતો અને આસપાસમાંથી લોકો દોડી આવતા નરાધમ નાસી છૂટયો હતો. પોલીસે ગુનો નેંધી ઝડપી લીધો હતો. આ બનાવ અંગેની વિગત એવી છે કે, હલેન્ડા ગામે રહેતા અને શાકભાજી વેંચી ગુજરાન ચલાવતા પરિવારની નવ વર્ષની પુત્રી ઘર નજીક કુદરતી હાજતે ગઈ હતી અને બાદમાં રડતી રડતી પરત ઘેર આવતા પરિવારજનોએ પૂછતાછ કરતા ગામમાં રહેતા કૌટુંબીક મોટાબાપુ રવજી ભીખા સોલંકી (ઉ.60)એ રસ્તામાં આતરી બીભત્સ અડપલા કરી કપડા ફાડી નાખ્યાનું જણાવતા મામલો પોલીસમાં પહોચ્યો હતો. આ અંગે પોલીસે હાથધરેલી તપાસમાં બાળા કુદરતી હાજતે ગઈ હતી ત્યારે રવજી સોલંકી નામનો વૃધ્ધ પાછળ ગયો હતો અને બાળકી સાથે બીભત્સ અડપલા કરી કપડા ફાડી નાખતા બાળકીએ દેકારો કરતા આસપાસમાંથી લોકો દોડી આવતા નરાધમ વૃધ્ધને ઝડપી લીધો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી રવજી ભીખા સોલંકી વિરુધ્ધ ગુનો નેંધી ધરપકડ કરી હતી અને આગવીઢબે સરભરા કરી હવસનું ભૂત ઉતાર્યુ હતુ. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer