ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પ પહેલા સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવા પડશે

ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પ પહેલા સહમતિ પત્ર પર હસ્તાક્ષર કરવા પડશે

ઇઈઈઈંએ જઘઙ જારી કરી: ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમને કોચ ઘાવરીની સેવા મળી શકશે નહીં, કારણ કે તેમની વય 60થી વધુ
મુંબઇ તા.3: બીસીસીઆઇએ ક્રિકેટને ફરી શરૂ કરવાની કવાયતના ભાગરૂપે તમામ રાજય સંઘોને કોરોના વાઇરસને કારણે લાગૂ કરવામાં આવેલ સંચાલન પ્રક્રિયાના માપદંડ (એસઓપી)ની કોપી બહાર પાડી છે. જેથી રાજય સંધોને ક્રિકેટની ગતિવિધિ શરૂ કરવામાં મદદ મળે. જો કે ટ્રેનિંગ શરૂ કરતા પહેલા તમામ ખેલાડીઓએ સહમતિ ફોર્મ પર સહી કરવી ફરજિયાત રહેશે. 100 પાનાની આ એસઓપીમાં બીસીસીઆઇએ ટ્રેનિંગમાં વાપસી કરતી વખતના નિયમો જારી કર્યાં છે. જેમાં કોરોના મહામારીને ધ્યાને રાખીને નિયમો ઘડવામાં આવ્યા છે. જેમાં ખેલાડીઓ માટેનું સહમતિ ફોર્મ સૌથી મહત્વનું છે.
બીસીસીઆઇના એસઓપી અનુસાર ખેલાડીઓના કેમ્પમાં 60થી વધુ ઉંમરનો સપોર્ટ સ્ટાફ કે મેદાનકર્મી ભાગ લઇ શકશે નહીં. આથી રણજી ટ્રોફીની વર્તમાન ચેમ્પિયન ટીમ સૌરાષ્ટ્રને કેમ્પ વખતે તેના હેડ કોચ કરશન ઘાવરીની સેવા મળી શકશે નહીં. કારણ કે આ પૂર્વ ટેસ્ટ ખેલાડી 69 વર્ષના છે. આ ઉપરાંત બંગાળની ટીમના કોચ અરૂણલાલ અને વડોદરાની ટીમના ઓસ્ટ્રેલિયન કોચ ડેવ વોટમોર પણ ટ્રેનિંગ કેમ્પના હિસ્સા બની શકશે નહીં. બન્ને 60થી વધુ વયના છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer